– રૂા. 16 હજારનો મુદ્દામાલ જપ્ત
– ભોઈબારી નવી નગરી રાહધારી રોડની બાજુમાં ખૂલ્લામાં જુગાર રમાતો હતો
આણંદ : ખંભાત શહેરના ભોઈબારી વિસ્તારમાંથી ચાર શખ્સો જુગાર રમતા શહેર પોલીસે ઝડપી પાડયા હતા. જુગારીઓ પાસેથી રૂા. ૧૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરાઈ હતી.
ખંભાત શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખંભાતના ભોઈબારી નવી નગરી રાહધારી રોડની બાજુમાં ખૂલ્લી જગ્યામાં લાઈટના અજવાળે વિષ્ણુભાઈ દિલીપભાઈ માછી (રહે. શાન્તીનગર સોસાયટી, માછીપુરા, ખંભાત) માણસો ભેગા કરી પત્તાપાનાનો જુગાર રમતો હતો. જ્યાં પોલીસે દરોડો પાડી વિષ્ણુભાઈ દિલીપભાઈ માછી, રાકેશભાઈ પુજાભાઈ માછી (રહે. ખંભાત બજરંગ ગ્રાઉન્ડ, હનુમાનજી મંદિર પાસે, ખંભાત), રમેશભાઈ આશાભાઈ માછી અને દિનેશભાઈ ફકિરભાઈ માછી (બંને રહે. શાસ્ત્રીનગર, ખંભાત)ને જુગાર રમતા ઝડપી પાડયા હતા. તમામ જુગારીઓ પાસેથી રૂા. ૧૫,૬૧૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરાયો હતો.