Image Source: IANS
No Toll Tax: મુંબઈમાં ઇલેક્ટ્રિક વાહન ચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવેથી ભારતનો સૌથી લાંબો સમુદ્રી પુલ, અટલ સેતુ (પૂર્વે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક અથવા MTHL) પર હવેથી ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ભરવો નહીં પડે એવી જાણકારી એક અધિકારીએ આપી હતી. એક રિપોર્ટ પ્રમાણે, રાજ્યના શહેર વિકાસ વિભાગે ગુરુવારે નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું હતું કે, હવેથી ઇલેક્ટ્રિક ફોર વ્હિલર અને અને ટુ વ્હિલર અને અન્ય ઇલેક્ટ્રિક બસ ચાલકોને ટોલ ભરવો નહીં પડે. જેમાં રાજ્ય પરિવહન ઉપક્રમો અને ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલિત બસો પણ સામેલ છે.
આ પણ વાંચો : VIDEO: રાજસ્થાનના સવાઈ માધોપુરમાં મોટી દુર્ઘટના, નદીમાં બોટ પલટતા અનેક લોકો ડૂબ્યા
અગાઉના સૂચનામાં આંશિક સુધારો કરાયો
મહારાષ્ટ્ર મોટર વાહન કર અધિનિયમ, 1958ના જોગવાઈઓ હેઠળ લેવાયેલો આ નિર્ણય આ વર્ષની 31 જાન્યુઆરીના અગાઉના જાહેરનામામાં આંશિક સુધારો છે. આ નિર્ણયનો હેતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવા, હાનિકારક પ્રદૂષકોને કંટ્રોલ કરવા માટે અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલા 21.8 કિલોમીટર લાંબા સમુદ્રી પૂલ પર દરેક વાહનોને ટોલ ભરવો પડતો હતો.
કયા વાહનોને ટોલ ભરવો નહીં પડે?
મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વાહન નીતિ (ઇવી પોલિસી) હેઠળ ઇલેક્ટ્રિક મોબિલિટીને ઘણા ફાયદા આપવામાં આવ્યા છે, જેમાં મુખ્ય રાજમાર્ગો પર ટોલ છૂટ પણ સામેલ છે. જેમાં પ્રાઇવેટ ઇલેક્ટ્રિક કાર, રાજ્ય પરિવહનની બસો અને શહેરી જાહેર પરિવહનના ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે. જોકે, ઇલેક્ટ્રિક માલવાહક વાહનોને આ છૂટનો લાભ મળશે નહીં.
આ પણ વાંચો : રોહિત શર્માની જગ્યાએ શ્રેયસ અય્યર બનશે વનડેનો કેપ્ટન? જાણો BCCIની સ્પષ્ટતા
22,400 રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહન
આ નિર્ણયથી ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થશે અને વાહન ચાલકો ઈંધણ પર નિર્ભર રહેશે નહીં. હાલના સમયમાં, મુંબઈમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધી રહી છે. જેમાં 18,400 હલકા ફોર વ્હિલર અને 2500 પ્રવાસી વાહન, 1,200 ભારે વાહન અને 300 ટૂ વ્હિલર સામેલ છે. કુલ મળીને 22 400 રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહનો છે. અટલ સેતુ પર દર દિવસે 60 હજાર વાહનો પસાર થાય છે, જેમાથી 34,000-40,000 વાહન વિશેષ રૂપે અટલ સેતુ પૂલનો ઉપયોગ કરે છે. 22,000 સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર અને હજારો વાહન મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર ચાલે છે.