વડોદરા,આવતીકાલે શ્રાવણ મહિનાના અંતિમ શનિવારે હરણી હનુમાનજી મંદિરે યોજાનારા મેળાને અનુલક્ષ્ની વાહન વ્યવહારના રૃટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
હરણી ભીડભંજન હનુમાનજી મંદિરે શ્રાવણ મહિનાના અંતિમ શનિવારે યોજાનારા મેળાને ધ્યાને રાખી પોલીસ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.તમામ પ્રકારના વાહનો ભીડ ભંજન હનુમાનજી મંદિરના રોડ તરફ જઇ શકશે નહીં. વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેમજ એસ.ટી. બસ સહિતના ભારદારી વાહનો અમિત નગર સર્કલથી ઉર્મિ બ્રિજ ત્રણ રસ્તા, એબેક્સ સર્કલ થઇ દુમાડ બ્રિજ તરફ જશે.જ્યારે ગોલ્ડન બ્રિજ તરફથી શહેરમાં આવતા વાહનો ગોલ્ડન બ્રિજથી દેણા બ્રિજ થઇ દુમાડ બ્રિજ થઇ એબેક્સ સર્કલ જઇ શકશે. તેવી જ રીતે દેણા બ્રિજ અને એબેક્સ સર્કલ તરફથી વાહનો દુમાડ બ્રિજ થઇ અવર – જવર કરી શકશે.