– પિતાએ ભૂવાએ હત્યા કર્યાનો આક્ષેપ કર્યો હતો
– રાજકોટ તાલુકા પોલીસે ભૂવા સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો દાખલ કયો
– આરોપી યુવતીને કહેતો કે તારા પિતા ઉપર મેલી વિદ્યા છે, જેથી તે વહેલા મરી જર્શે
રાજકોટ: રાજકોટમાં ભુવાના વશમાં આવી ગયા બાદ તેના ત્રાસથી કંટાળી ર૬ વર્ષની નર્સિંગની છાત્રાએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે યુવતી પરિવારે હત્યા કરાયાનો આક્ષેપ કર્યો હતો. તપાસના અંતે તાલુકા પોલીસે ભુવા સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.