PM Modi’s Big Announcement on Space Day: પીએમ મોદીએ સ્પેસ ડે નિમિત્તે દેશવાસીઓને સંબોધતા કહ્યું કે, ‘આ વખતે સ્પેસ ડેની થીમ છે – ‘આર્યભટ્ટથી ગગનયાન સુધી’. તેમાં અતીતનો આત્મવિશ્વાસ અને ભવિષ્યનો સંકલ્પ પણ છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આટલા ઓછા સમયમાં ‘નેશનલ સ્પેસ ડે’ યુવાનોમાં ઉત્સાહ અને આકર્ષણનો અવસર બની ગયો છે. આ આપણા દેશ માટે ગર્વની વાત છે.’
આ પણ વાંચો: 12 કરોડ કેશ, રૂ.6 કરોડના ઘરેણાં… ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થયાના બીજા જ દિવસે કોંગ્રેસ ધારાસભ્યને ત્યાં દરોડા
હું સ્પેસ સેક્ટર સાથે જોડાયેલે તમામ લોકો, વૈજ્ઞાનિકો, તમામ યુવાનોને નેશનલ સ્પેસ ડે પર અભિનંદન પાઠવું છું. હાલમાં જ ભારતે International Olympiad on Astronomy and Astrophysics નું પણ આયોજન કર્યું છે. જેમાં વિશ્વના 60 થી વધુ દેશોના 300 યુવાનોએ તેમાં ભાગ લીધો હતો. ભારતીય યુવાનોએ પણ મેડલ જીત્યા છે. આ ઉપરાંત યુવાનામાં સ્પેસ ક્ષેત્રે રસ વધે તે માટે ISRO દ્વારા પહેલ કરવામાં આવી રહી છે.
‘ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યા’
પીએમ મોદીએ કહ્યું કે, ‘સ્પેસ સેક્ટરમાં એક પછી એક નવા સીમાચિહ્નો બનાવવા એ ભારત અને ભારતીય વિજ્ઞાનિકોનો મંત્ર બની ગયો છે. માત્ર 2 વર્ષ પહેલા આપણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યા હતા. આપણે સ્પેસમાં ડોકિંગ અને અનડોકિંગ કરવાની ક્ષમતા ધરાવનારા ચોથા દેશ બન્યા છીએ. ત્રણ દિવસ પહેલા જ હું ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળ્યો હતો.’
‘અમે ભારતનો અંતરિક્ષયાત્રી પૂલ તૈયાર કરી રહ્યા છીએ’
ISS પર ત્રિરંગો લહેરાવીને દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો છે. જ્યારે તેઓ મને ત્રિરંગો બતાવી રહ્યા હતા, ત્યારે એ લાગણીને શબ્દો વર્ણવી મુશ્કેલ હતું. તેમની સાથેની મારી વાતચીતમાં, મેં નવા ભારતના યુવાનોની હિંમત અને અનંત સપના જોયા છે. આ સપનાઓને આગળ વધારવા માટે અમે ભારતનો અંતરિક્ષયાત્રી પૂલ પણ તૈયાર કરી રહ્યા છીએ. હું આપણા યુવાનોને કહેવા માંગુ છું કે, ભારતના સપનાઓને પાંખો આપવા માટે આ અંતરિક્ષયાત્રી પૂલમાં જોડાવો.
આ પણ વાંચો: ભારતની ત્રણ રેડ લાઈન્સ છે, જેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે’, ટેરિફ મુદ્દે જયશંકરનો અમેરિકાને જવાબ
‘આવનારા સમયમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન પણ બનાવશે’
તેમણે કહ્યું કે, ‘આજે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી પ્રગતિશીલ ટેકનોલોજીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં, તમારા બધા વિજ્ઞાનિકોની મહેનતથી ભારત ગગનયાનની ઉડાણ પણ ભરશે અને આવનારા સમયમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન પણ બનાવશે. અત્યાર સુધી આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા છીએ અને આપણે ઊંડા અંતરિક્ષમાં પણ તપાસ કરવી પડશે, જ્યાં ઘણા મહત્ત્વપૂર્ણ રહસ્યો છુપાયેલા છે.’