Anish Dayal Singh : કેન્દ્ર સરકારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) અને ભારતીય-તિબેટીયન સીમા પોલીસ (ITBP)ના પૂર્વ મહાનિર્દેશક અનિશ દયાલ સિંહને નવા નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) બનાવ્યા છે. સરકારે તમને દેશની આંતરિક બાબતો સંભાળવાની જવાબદારી સોંપી છે.
કોણ છે અનીશ દયાલ સિંહ ?
અનીશ દયાલ સિંહ એક ભારતીય પોલીસ અધિકારી છે, તેમણે CRPFના મહાનિર્દેશક તરીકે મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. તેઓ ડિસેમ્બર-2024માં નિવૃત્ત થયા હતા. તેઓ 1988 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી છે અને મણિપુર કેડરના છે. CRPFના વડા બનતા પહેલા, તેમણે ITBPના મહાનિર્દેશક તરીકે પણ ફરજ બજાવી હતી.
આ પણ વાંચો : સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ
ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં 30 વર્ષનો અનુભવ
તેમણે આઈટીબીપીમાં પદ સંભાળ્યું તે પહેલા ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)માં લગભગ 30 વર્ષ સેવા આપી છે. પછી તેમણે તાજેતરમાં જ સીઆરપીએફમાં નેતૃત્વ સંભાળ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ, નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનેલા અનીશ દયાલ સિંહ જમ્મુ-કાશ્મીર, નક્સલવાદ અને પૂર્વોત્તરમાં ઉગ્રવાદ સહિત દેશની આંતરિક બાબતોમાં પ્રભારીની જવાબદારી સંભાળશે.
નક્સલવાદ ડામવા અનેક મહત્ત્વની ભૂમિકા નિભાવી
જ્યારે અનીશ દયાલ સીઆરપીએફમાં મહાનિર્દેશક હતા, ત્યારે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. આ દરમિયાન તેમણે નક્સલવાદને ડામવા માટે નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં ચાર નવી બટાલિયન શરૂ કરી હતી. આ ઉપરાંત તેમણે નક્સલવાદને ડામવા માટે પણ અનેક મહત્ત્વની કામગીરી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ રૉ પ્રમુખ રાજિન્દર ખન્ના વધારાના NSA છે, જ્યારે નિવૃત્ત આઈપીએસ અધિકારી ટી.વી.રવિચંદ્રન અને પૂર્વ આઈએપએસ અધિકારી પવન કપૂર બે સેવા આપતા ડેપ્યુટી એનએસએ છે.
આ પણ વાંચો : જલ્દી લગ્ન કરશે રાહુલ ગાંધી? મજાકમાં તેજસ્વી યાદવને જુઓ શું કહ્યું, હાજર સૌ કોઈ હસી પડ્યા