– એરડિફેન્સમાં ભારત હવે અમેરિકા, રશિયા અને ચીનની સમકક્ષ આવી જશે
– બહુસ્તરીય હવાઈ સંરક્ષણ સિસ્ટમ આઈએડીડબલ્યુએસમાં લાંબા અને ટૂંકા અંતરની મિસાઈલો, લેસર હથિયારનો સમાવેશ
– આ સફળતા અત્યાધુનિક સુરક્ષા ટેક્નોલોજીમાં ભારતની વધતી નિપુણતા અને દેશની આત્મનિર્ભરતા દર્શાવે છે ઃ રાજનાથ
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે ચાર દિવસના સંઘર્ષમાં ભારતીય ડિફેન્સ સિસ્ટમે અભૂતપૂર્વ કામ કર્યું હતું. જોકે, હવે ભારતે સુદર્શન ચક્ર નામની નવી એકીકૃત એર ડિફેન્સ વેપન સિસ્ટમ વિકસાવી છે, જે ભારતની હવાઈ સંરક્ષણ સિસ્ટમને નવા યુગમાં લઈ જનારી સાબિત થશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસગઠને શનિવારે ઓડિશાના દરિયા કાંઠે આ સિસ્ટમનું પહેલું સફળ પરિક્ષણ કર્યું હતું.