PM Modi Tamil Nadu Visit: રામનવમીના અવસરે રવિવારે (6 એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના રામેશ્વરમ ખાતે દરિયાના પાણીમાં બનેલા દેશના પહેલાં આધુનિક વર્ટિકલ ‘પંબન’ લિફ્ટ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન વડાપ્રધાન રામેશ્વરમ-તાંબરમ (ચેન્નઈ) નવી ટ્રેન સેવા અને એક જહાજને લીલી ઝંડી બતાવશે. ત્યારબાદ તેમણે રામેશ્વરમમાં રામનાથસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. તમિલનાડુમાં 8,300 કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળી વિભિન્ન રેલ અને માર્ગ પરિવહન યોજનાઓનો શિલાન્યાસ કર્યો.
રામેશ્વર ધામને જોડશે આ બ્રિજ
પંબન બ્રિજ મુખ્ય ભૂમિને ચારધામ તીર્થ સ્થળોમાંથી એક રામેશ્વરમ દ્વીપને જોડે છે. જૂના પુલને મૂળ રૂપથી મીટર ગેજ ટ્રેન માટે બનાવવામાં આવ્યો હતો, જેને બ્રૉડ ગેજ પરિવહન માટે મજબૂત કરવામાં આવ્યો છે અને 2007માં ફરી ખોલવામાં આવ્યો. ફેબ્રુઆરી, 2019માં રેલ મંત્રાલયે જૂના માળખાને બદલવા માટે નવા બ્રિજ નિર્માણને મંજૂરી આપી છે.
આ પણ વાંચોઃ ભગવાન શ્રીરામની વાનરસેનાએ બાંધેલો રામસેતુ આજે પણ ભારતમાં સમુદ્ર પરનો સૌથી મોટો પુલ
અનેક રાજમાર્ગોનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદી એનએચ-40ના 28 કિ.મી લાંબા વાલાજાપેટ-રાનીપેટ ખંડને ચાર લેનનો બનાવવા માટેના કાર્યનું શીલાન્યાસ કરશે. આ સિવાય એનએચ-332ના 29 કિ.મી લાંબા વિલુપ્પુરમ-પુડુચેરી ખંડને ચાર લેન બનાવવાનું કામ, એનએચ-32ના 57 કિ.મી લાંબા પૂંડિયનકુપ્પમ-સત્તનાથપુરમ ખંડ અને એનએચ-36ના 48 કિ.મી લાંબા ચોલાપુરમ-તંજાવુર ખંડ પણ સામેલ છે.
આ પણ વાંચોઃ શિરડીમાં ભિખારીઓ સામેની ઝુંબેશમાં ‘ઈસરો’ના નિવૃત્ત અધિકારી ભીખ માગતા ઝડપાયા
અનેક તીર્થસ્થળ અને પર્યટન સ્થળને જોડશે આ રાજમાર્ગ
આ રાજમાર્ગ અનેક તીર્થસ્થળ અને પર્યટન સ્થળને જોડશે. શહેરોની વચ્ચેની દૂરી ઓછી કરશે અને મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ, બંદર સુધીની પહોંચને સરળ બનાવશે. આ સિવાય તે સ્થાનિક ખેડૂતોના કૃષિ ઉત્પાદનોને નજીકના બજાર સુધી પહોંચાડવા અને સ્થાનિક ચામડું અને લઘુ ઉદ્યોગની આર્થિક ગતિવિધિને વધારવા સશક્ત બનાવશે.