image : Social media
Vadodara : રાજ્યમાં ચાલતી કોન્ટ્રાક્ટ સિસ્ટમથી યુવા પોતાની કાર્યક્ષમતા ગુમાવી રહ્યો છે. પરિવાર પણ પોતાની બરબાદી નરી આંખે જોઈ રહ્યો છે માત્રને માત્ર બેરોજગારીના કારણે આપણે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કામ કરી રહ્યા છે.
આ અંગે સંવિધાન બચાવો સમિતિ અને જન અર્પણ ગ્રુપ દ્વારા જિલ્લા કલેકટરને આજે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે. કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે, સરકાર જ વિકાસની વાત કરતી હોય ત્યારે શું કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કામ કરવાથી વિકાસ થશે એવું હોય તો એ સરાસર અન્યાય છે.
આ અંગે દિવાળીપુરા ખાતેની નવી કલેકટર કચેરીએ આજે સાંજે કોન્ટ્રાક્ટ સિસ્ટમનાં વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમના વિરોધમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાઈને વિરોધ કરે તેવો માત્ર પ્રયાસ છે. જેથી કોન્ટ્રાક્ટ સિસ્ટમના વિરોધમાં મોટી સંખ્યામાં યુવાઓ આ કાર્યક્રમમાં જોડાય તેવી હાકલ કરવામાં આવી છે. યુવાઓને કાયમી રોજગારી મળે અને પોતાના હક અને અધિકાર મળે અને વચેટીયાઓને હટાવાથી રાજ્ય અને યુવાઓનો વિકાસ શક્ય બનશે એવો એકમાત્ર ઇરાદો હોવાનું આયોજક કંચન પરમાર સહિત તેમના સાથીદારોએ જણાવ્યું છે.