‘Made-In-India’ Indian Navy Naval Ship : ભારતીય નૌકાદળને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) વિશાખાપટ્ટનમમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, હવે પછી ભારતીય નૌકાદળ માટે એક પણ યુદ્ધ જહાજ વિદેશમાં બનાવવામાં આવશે નહીં. આ જાહેરાત ‘મેક ઈન ઇન્ડિયા’ પહેલને વધુ પ્રોત્સાહન આપવા અને દેશની સંરક્ષણ ક્ષમતાને આત્મનિર્ભર બનાવવા માટેનું એક મોટું પગલું છે. આ જાહેરાત તેમણે પૂર્વીય નૌકા કમાન્ડમાં બે નવા બહુહેતુક સ્ટીલ્થ ફ્રિગેટ્સ, આઈએનએસ ઉદયગિરિ અને આઈએનએસ હિમગિરિના સમાવેશ દરમિયાન કરી હતી.