Jamnagar Bike Theft : જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસે બે ચોરાઉ મોટરસાયકલ સાથે એક તસ્કરને પકડી પાડ્યો હતો, જેણે બે મોટર સાયકલ ચોરી કર્યા હતા, ઉપરાંત તેની પાસેથી અન્ય ચોરાઉ મનાતા ચાર બાઈક પણ મળી આવ્યા છે.
જામનગર શહેરમાં સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં જુદા જુદા બે સ્થળે મોટરસાયકલ ની ચોરી થઈ હતી, જે વાહનોની ચોરી કરનાર તસ્કરને પકડવા માટે સીટી સી. ડિવિઝન પોલીસે જુદા જુદા સીસીટીવી કેમેરા વગેરે દ્વારા તપાસ શરૂ કરી હતી, અને જામનગરના શિવનગર શેરીનગર 2 માં રહેતા વિશાલ રાજુભાઈ ચાવડા નામના એક શખ્સને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી બંને ચોરાઉ મોટરસાયકલ કબજે કરી લીધા હતા. પોલીસ દ્વારા તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન તેની પાસેથી ચોરાઉ મનાતા અન્ય ચાર મોટરસાયકલ પણ મળી આવ્યા હતા. પોલીસે કુલ છ વાહન કબજે કરી લીધા છે, અને તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.