વડોદરાઃ લવમેરેજ કરનાર એક મહિલાને તેના પતિની હરકતોને કારણે પસ્તાવાનો વખત આવ્યો છે.
ભાયલી વિસ્તારમાં ૧૩ વર્ષ પહેલાં સ્વેચ્છાએ પતિની પસંદગી કરનાર મહિલાને લવમેરેજ કર્યા બાદ બે સંતાન થયા હતા.પરંતુ તેનો પતિ કોઇ બીજી સ્ત્રીના ચક્કરમાં ફસાતાં તેણે ઘેર આવવાનું ઓછું કર્યું હતું.
પતિએ ઘરમાં ખર્ચ આપવાનું પણ બંધ કર્યું હતું.બે દિવસ પહેલાં રાતે પત્નીએ પતિને બીજી મહિલા સાથે રંગેહાથ પકડયા હતા.પરંતુ પતિએ કહી દીધું હતું કે,તું મને ડીવોર્સ આપી દે.હું બીજી પ્રેમિકા સાથે રહેવા માગું છું.સાસુની સેવા કરતી પત્નીને સાસુનો પણ સાથ મળ્યો હતો.આખરે,પત્નીએ અભયમની મદદ લેતાં પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.પતિએ તેની ભૂલ કબૂલી પ્રેમિકાને છોડવાનો નિર્ણય કર્યો હતો.