– ફાટક પાસેના તળાવમાં અસહ્ય ગંદકી
– મુખ્ય શહેરી વિસ્તારને બાદ કરતાં અન્ય તમામ વિસ્તારોમાં યોગ્ય સફાઈ ન થતી હોવાની બૂમ
નડિયાદ : નડિયાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈ પરત્વે યોગ્ય કામગીરી ન કરાતી હોવાની સ્થિતિ દેખાઈ રહી છે. માત્ર શહેરના મુખ્ય માર્ગો પર સફાઈ કરાતી હોવાથી આસપાસના અનેક આંતરિયાળ જાહેર માર્ગો પર સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. મંજીપુરા રોડ પર સંત અન્ના ચોકડીથી રહેણાંક વિસ્તાર પૂરો થાય ત્યાં સુધી કચરાનાં ઢગલાં જોવા મળી રહ્યા છે.