Gandhinagar News : રાજ્યમાં મારામારી, હત્યા અને આપઘાત સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ગાંધીનગરની અડાલજ નર્મદા કેનાલમાંથી આધેડ દંપતીની લાશ મળી આવી છે. સમગ્ર ઘટનાને લઈને ચકચારી મચી જવા પામી છે. દંપતી નાના ચિલોડા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અડાલજ નર્મદા કેનાલમાંથી દંપતીના મૃતદેહ મળ્યા
મળતી માહિતી મુજબ, નાના ચિલોડા વિસ્તારના કમલેશ પટેલ અને તેમની પત્ની રીટાબહેનનો મૃતદેહ અડાલજ નર્મદા કેનાલમાંથી મળ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, દંપતીને પાર્થ પટેલ નામનો 25 વર્ષીય દીકરો છે, જે 8 સપ્ટેમ્બરે સવારે ઘરેથી બોલેરો ગાડી લઈને ધંધા અર્થે નીકળ્યો હતો. આ પછીથી એનો સંપર્ક તૂટી ગયો હતો અને પાર્થનો મોબાઇલ બંધ આવી રહ્યો હતો. જ્યારે પાર્થની ગાડી કલોલના નંદાસણ રોડ પર એક હોટલ પાસે બિનવારસી હાલતમાં મળી આવી હતી.
બીજી તરફ, દંપતી પણ એજ દિવસે સાંજે ગુમ થયા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પાર્થની પત્નીએ નરોડા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. આ દરમિયાન સાસુ-સસરાનો મૃતદેહ મળી આવતા શું છે સમગ્ર ઘટના તેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે ‘4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા’નો નવો કાયદો, ‘કારખાના ધારા 2025’ બિલ ગૃહમાં પસાર
ગઈકાલે 9 સપ્ટેમ્બરે દંપતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘરેથી ગુમ થયા પછી મૃતકના ભાઈ નર્મદા કેનાલ વિસ્તારમાં શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે તેમના ભાઈની એક્ટિવ બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેને લઈને તેમણે ફાયર વિભાગે ફોન કરીને જાણ કરી હતી અને કેનાલમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં દંપતીનો મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ સમગ્ર મામલે તપાસ દેજ કરી છે.