Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં કુંભનાથપરા નજીક વેલનાથ ચોકમાં પાર્ક કરવામાં આવેલા જીજે 8 ડબ્લ્યુ.0118 તેમજ જીજે-6 ઝેડ 9697 નંબરના ટ્રકમાંથી કોઈ તસ્કરો ગત 9.8.2025 ના રોજ ચોરી કરી લઈ ગયા હતા.
જે ચોરીના બનાવ અંગે એક ટ્રકના ચાલક કાલાવડમાં કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા આનંદભાઈ ભીખુભાઈ ગોહિલે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવતાં એ.એસ.આઇ વી.ડી.ઝાપડિયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ઉપરોક્ત વિસ્તારના સીસીટીવી કેમેરાની મદદ લઈને તસ્કરને શોધવા માટેની કવાયત શરૂ કરી છે, અને કેટલાક શકમંદોની પૂછપરછ હાથ ધરી છે.