![]()
અંતિમ દિવસે ૩૧ ઉમેદવારીપત્રો ભરાયા
ભાજપના ૧૩ અને અપક્ષના ૫૭ ફોર્મ ભરાયા : ખેડા જિલ્લાની ઠાસરા બેઠકમાં હરીફ ઉમેદવારોએ ફોર્મ નહીં ભરતા ભાજપે બિનહરીફ સાથે જીતનું ખાતું ખોલ્યું
આણંદ: આણંદ અમૂલ ડેરીની તા. ૧૦મીએ યોજાનારી ચૂંટણી માટે ગુરૂવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે અંતિમ દિવસે ૩૧ ફોર્મ ભરાવવા સાથે કુલ ૭૦ ઉમેદવારીપત્રો અત્યાર સુધી ભરાયા છે. જેમાં ભાજપના ૧૩ અને અપક્ષના ૫૭ ઉમેદવારીપત્રો થયા છે. ઠાસરા બેઠકમાં હરીફ ઉમેદવારોએ ફોર્મ નહીં ભરતા ભાજપે બિનહરીફ એક બેઠક લઈ જીતનું ખાતું ખોલ્યું છે.
આણંદ પ્રાંત કચેરી ખાતે અમૂલની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લો દિવસ હોવાથી સવારે ૧૦ વાગ્યાથી જ ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. મંગળવારે મોડી રાતે જાહેર કરેલા ભાજપના ૮ ઉમેદવારોએ સ્થાનિક રાજકીય નેતાઓને સાથે રાખીને ૧૨.૩૯ના વિજય મુહૂર્તે ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા. અપક્ષોનો પણ ઉમેદવારીપત્ર ભરવામાં રાફડો ફાટયો હતો. આજે અંતિમ દિવસે ૩૧ જેટલા ફોર્મ ભરાયા હતા. ત્યારે અમૂલ ડેરીની ચૂંટણી માટે અત્યાર સુધી ૭૦ ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાનું નસીબ અજમાવ્યું છે. તા. ૨૯મીએ ઉમેદવારીપત્રની ચકાસણી અને તા. ૩૦મીએ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. ત્યારે તા. ૩૦મીને શનિવારે આખરી ઉમેદવારોની યાદી અને તેમના નિશાન જાહેર કરાશે. તા. ૧૦મી સપ્ટેમ્બરે બેલેટ પેપરથી ચૂંટણી યોજાયા બાદ તા. ૧૨મીએ મતગણતરી યોજી પરિણામ જાહેર કરાશે. અમૂલની ચૂંટણીમાં ઠાસરા બેઠકમાં ભાજપના પૂર્વ ચેરમેન રામસિંહ પરમારના પૌત્રવધૂ પ્રિયાબેન પરમાર સામે કોઈ હરિફ ઉમેદવારે ફોર્મ ન ભરતા ઠાસરા બેઠક ભાજપે બિનહરીફ મેળવી જીતનું ખાતું ખોલ્યું છે.
– કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ અપાતા આણંદ ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું
બે દિવસ પૂર્વે ઉમરેઠ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાએ છેલ્લા અઢી વર્ષમાં અમૂલમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. હવે આણંદ બેઠક ઉપરથી અઢી વર્ષ પૂર્વે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાંતિભાઈ સોઢા પરમારના નામની જાહેરાત કરવામાં આવતા આણંદ ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. અંદરખાને પક્ષ વિરોધી ગતિવિધિઓ તેજ થઈ હોવાનું પણ સાંભળવા મળી રહ્યું છે.
– બોરસદ બેઠક પર દંડક રમણભાઈ સોલંકીના પ્રયત્નો કામ ન લાગ્યા
ભાજપે ૧૩ પૈકી ૧૨ બેઠકોના નામ જાહેર કર્યા પરંતુ, બોરસદ બેઠક પર બુધવારે રાતે ૧૧ વાગ્યા પછી નામ જાહેર કરાયું હતું. મોવડી મંડળે સ્થાનિક નેતાગીરીના નામોનો છેદ ઉડાડીને આંકલાવ વિસ્તારના ગુલાબસિંહ પઢિયારની પસંદગી કરી હતી. બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને દંડક રમણભાઈ સોલંકીએ ધર્મદેવસિંહ ડાભીની પસંદગી માટે અથાગ પ્રયત્ન કરવા છતાં પક્ષે અન્ય ઉપર જ પસંદગી ઉતારી હતી.
– ઠાસરા અને પેટલાદ બેઠક ઉપર ભાજપે પરિવારવાદ અપનાવ્યો
ભાજપ દ્વારા ઠાસરા બ્લોક ઉપર અમૂલના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા રામસિંહ પરમારના પૌત્રવધૂ પ્રિયાબેન કૃણાલસિંહ પરમારને અને પેટલાદ માટે કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલના પત્ની બીનાબેન પટેલને મેન્ડેટ અપાયો છે. ત્યારે ભાજપ પણ હવે પરિવારવાદને પ્રોત્સાહન આપી રહ્યું હોવાનું પશુપાલકો કહી રહ્યા છે.
|
ગુરૂવારે કઇ બેઠક પર કયા ઉમેદવારે |
|||
|
આણંદ જિલ્લા |
|||
|
નં. |
બેઠક |
ઉમેદવારનું |
પક્ષ |
|
૧ |
આણંદ |
વિજયસિંહ ભાઈલાલભાઈ મહીડા |
અપક્ષ |
|
૨ |
આણંદ |
ભરતભાઈ |
અપક્ષ |
|
૩ |
આણંદ |
ગૌરાંગભાઈ અરવિંદભાઈ પટેલ |
અપક્ષ |
|
૪ |
આણંદ |
સોઢાપરમાર અમુલ |
ભાજપ, |
|
૫ |
આણંદ |
અશોકભાઈ કિશનભાઈ સોલંકી |
અપક્ષ |
|
૬ |
આણંદ |
પિયુષકુમાર |
અપક્ષ |
|
૭ |
આણંદ |
ગોપાલસિંહ નરવતસિંહ ચાવડા |
અપક્ષ |
|
૮ |
આણંદ |
ભરતભાઈ |
અપક્ષ |
|
૯ |
બોરસદ |
ગુલાબસિંહ રતનસિંહ પઢીયાર અમુલ પુર્વ સરકારી અધિકારી |
ભાજપ |
|
૧૦ |
પેટલાદ |
રશ્મિબેન દિલીપભાઈ |
અપક્ષ |
|
૧૧ |
પેટલાદ |
બીનાબેન તેજસભાઈ પટેલ (કેડીસીસી બેંકના ચેરમેનના પત્ની) |
ભાજપ |
|
૧૨ |
ખંભાત |
ભરવાડ |
અપક્ષ |
|
૧૩ |
ખંભાત |
મકવાણા પ્રવીણભાઈ શનાભાઈ |
અપક્ષ |
|
૧૪ |
ખંભાત |
પરમાર કેડીસીસી |
ભાજપ |
|
૧૫ |
ખંભાત |
પટેલ સુરેશભાઈ મણીભાઈ |
અપક્ષ |
|
ખેડા જિલ્લો |
|||
|
૧૬ |
બાલાસિનોર |
રાઠોડ ગણપતભાઈ |
અપક્ષ |
|
૧૭ |
કઠલાલ |
સોલંકી રમણસિંહ રાધેસિંહ |
અપક્ષ |
|
૧૮ |
કઠલાલ |
ઝાલા ઘેલાભાઈ માનસિંહ |
ભાજપ |
|
૧૯ |
કઠલાલ |
ઝાલા જયંતિભાઈ ઘેલાભાઈ |
અપક્ષ |
|
૨૦ |
કઠલાલ |
રાઠોડ પ્રતાપભાઈ ચુનીભાઈ |
અપક્ષ |
|
૨૧ |
નડીયાદ |
પરમાર ભારતસિંહ રાયસિંહ |
અપક્ષ |
|
૨૨ |
નડીયાદ |
પરમાર મંગળભાઈ ડાહ્યાભાઈ |
અપક્ષ |
|
૨૩ |
કપડવંજ |
ચેતનકુમાર રાયસીંગ પરમાર |
અપક્ષ |
|
૨૪ |
કપડવંજ |
ભુરાભાઈ લક્ષ્મણભાઈ સોલંકી |
અપક્ષ |
|
૨૫ |
કપડવંજ |
રાઠોડ ગણપતભાઈ જીવાભાઈ |
અપક્ષ |
|
૨૬ |
કપડવંજ |
પટેલ ધવલભાઈ નગીનભાઈ |
ભાજપ |
|
૨૭ |
કપડવંજ |
પટેલ જયેશભાઈ જયંતીભાઈ |
અપક્ષ |
|
૨૮ |
કપડવંજ |
પટેલ ધવલભાઈ નગીનભાઈ |
અપક્ષ |
|
૨૯ |
મહેમદાવાદ |
ચૌહાણ ગૌતમભાઈ રાવજીભાઈ |
ભાજપ |
|
૩૦ |
માતર |
પરમાર ભગવતસિંહ કાળીદાસ |
ભાજપ |
|
મહિસાગર જિલ્લો |
|||
|
૩૧ |
વિરપુર |
પરમાર રાઘુસિંહ મસુરસિંહ |
અપક્ષ |










