વાઘોડિયા બ્રિજ પાસે ખટંબા અર્બન રેસીડેન્સી કોમ્પ્લેક્સ ખાતેની દુકાન પાસે 25 વર્ષીય યુવતીની છેડતીની ઘટના ઘટી હતી. મૂળ મહીસાગરની યુવતી હાલ વાઘોડિયા બ્રીજ નીચે ઝૂંપડામાં રહે છે. યુવતી ગઈ તા.20 ઓગષ્ટના રોજ સવારે પાણી ભરવા માટેનું ડ્રમ લેવા ગઈ હતી. તે સમયે વાઘોડિયા બ્રિજ નીચે ઝૂંપડામાં રહેતા કાળુ ઉર્ફે કાળિયાએ દુકાનની બાજુમાં દાદર નીચે લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા. ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.