Gujarat BJP: ભાજપના રાજમાં ઉગતા નેતાઓ પણ હવે બદલી બઢતી કરાવવા માટે દુકાનો ખોલી બેસી ગયા છે. તાજેતરમાં કેશોદ તાલુકા કક્ષાના ઉગતા નેતાએ જૂનાગઢમાં એક IPSના પોસ્ટિંગ માટે ઉચ્ચ કક્ષાએ લોબિંગ કરાવવા અમુક ધારાસભ્ય અને અન્ય આગેવાનો પાસેથી ભલામણપત્ર લઈ સરકારમાં રજૂઆત કરી હતી. જોકે, ઉચ્ચ કક્ષાએથી લેટર આપનાર આગેવાનો-ધારાસભ્યને ખખડાવવામાં આવ્યા હતા. હવે અધિકારીએ આ ઉગતા નેતાને તતડાવી પોતે આપેલા પૈસા પરત કઢાવવા દબાણ શરૂ કર્યાની બાબત ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચોઃ ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભારે પવનના લીધે મંડપ ધરાશાયી, 6 હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત