અમદાવાદ : ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં નેશનલ સ્ટોક એક્સચેન્જનું (એનએસઈ) માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.૪૧૦.૮૭ લાખ કરોડ (૪.૮૧ ટ્રિલિયન ડોલર) હતું. જે માર્ચ ૨૦૨૪ અંતે રૂ.૩૮૪.૨ લાખ કરોડ (૪.૬૧ ટ્રિલિયન ડોલર) હતું. એનએસઈ પર કુલ લિસ્ટેડ કંપનીઓની સંખ્યા ૨,૭૨૦ હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૪/૨૫ દરમિયાન એનએસઈ પર આઇપીઓ અને ભંડોળ ઊભું કરવાની પ્રવૃત્તિ પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ ૨૫માં કુલ ૨૪૨ આઇપીઓ નોંધાયા હતા. જેમાં મુખ્ય બોર્ડના ૭૯ આઇપીઓ હતા. જ્યારે એસએમઈના૧૬૩ આઇપીઓ હતા. આઇપીઓ દ્વારા એકત્ર કરાયેલ કુલ રકમ રૂ.૧.૭ લાખ કરોડ રહી હતી.
ફંડ એકત્રીકરણ (ઇક્વિટી અને ડેટ માર્કેટ) કરીએ તો નાણાકીય વર્ષ ૨૫ માં એકત્ર કરાયેલ કુલ ભંડોળ૧૮.૬૯ લાખ કરોડ (+૩૫% વાર્ષિક) હતું. જ્યારે દેવા બજાર થકી રૂ.૧૪.૧૮ લાખ કરોડ એકત્ર કરાયા (+૨૪% વાર્ષિક) હતા.
કુલ ઇક્વિટી એકત્ર કરાયેલ રકમ રૂ.૪.૨૬ લાખ કરોડ (+૧૧૦% વાર્ષિક) હતી. કયુઆઈપી (QIP) થકી રૂ.૧.૨૮ લાખ કરોડ એકત્ર કરાયા હતા.
નાણાકીય વર્ષ ૨૫માં ટ્રેડિંગ વોલ્યુમ અને ડેરિવેટિવ્ઝ માર્કેટની વાત કરીએ તો કુલ રોકડ બજાર ટર્નઓવર રૂ.૨૮૧.૨૮ લાખ કરોડ (+૩૯.૯% વાર્ષિક) રહ્યું હતું. ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં ઇક્વિટી ફ્યુચર્સ ટર્નઓવર રૂ. ૪૬૨.૮૯ લાખ કરોડ (+૪૦.૪% વાર્ષિક)રહ્યું હતું. જ્યારે ઇક્વિટી ઓપ્શન્સ ટર્નઓવર : ૧૫૫.૪૯ લાખ કરોડ (+૨.૩% વાર્ષિક)રહ્યું હતું.
કોમોડિટી ટ્રેડિંગમાં કોમોડિટી ઓપ્શન્સનું ટર્નઓવર રૂ.૪,૬૦૩ કરોડ (+૭૭૯.૯% વાર્ષિક) અને કોમોડિટી ફ્યુચર્સ ટર્નઓવર રૂ.૨૪૯ કરોડ (-૯૫.૪% વાર્ષિક) રહ્યું હતું.
સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર નાણાકીય વર્ષ ૨૫ માં ૭ નવા પ્રોજેક્ટ્સ સાથે કુલ લિસ્ટેડ પ્રોજેક્ટ્સ ૧૨ હતા. જ્યારે રૂ. ૪૦.૮ કરોડના મ્યુનિસિપલ બોન્ડ જારી કરવામાં આવ્યા હતા.