– મુદ્દામાલ જપ્ત કરી ચાંગોદર પોલીસને સોંપાયો
– મેઘરજનો મૂળ વતની અમદાવાદના વટવાનો રહેવાસી વિરૂદ્ધ અન્ય પોલીસ મથકે ગુના
બગોદરા : સાણંદના મોડાસર ગામમાં ૬.૯૫ લાખની ઘરફોડ ચોરીના આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. આરોપીએ ગુનાની કબૂલાત કરી લેતા ચાંગોદર પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે અમદાવાદ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચની ટીમે સોંપ્યો છે.
સાણંદના મોડાસર ગામમાં આવેલા બસ સ્ટેન્ડ સામે ઘરમાં તા. ૨૪મીએ અજાણ્યા તસ્કરો તિજોરીનું તાળું તોડી સોના- ચાદીના દાગીના, રોકડ સહિત ૬,૯૫,૦૦૦ની મત્તાા ચોરી પલાયન થઈ ગયા હતા. ?આ ચોરી અંગે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. ત્યારે ઘરફોડ ચોરીના ગુનાનો આરોપીને ઝડપી લેવાયો હતો. પૂરછપછમાં આરોપીએ નામ ઇમરાન દિલાવર ગોરી રહે. અમદાવાદના વટવા વિસ્તારના રોશની પાર્ક અને મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજ ઇન્દિરાનગરનો હોવાનું અને ગુનાની કબૂલાત કરી હતી. અગાઉ સાબરકાંઠાના તલોદ પોલીસ સ્ટેશન અને અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુના નોંધાયેલા છે. આ મામલે વધુ કાર્યવાહી માટે આરોપીને ચાંગોદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.