વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર પ્રોફેસર બી એમ ભનાગે ચાર્જ સંભાળે તેના ગણતરીના કલાકો પહેલા વિદાય લઈ રહેલા ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરના અધ્યક્ષ સ્થાને મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે યુનિવર્સિટીના વિવિધ ૧૩ સેલ અને સેન્ટરોમાં ડાયરેકટર, કો ઓર્ડિનેટર , આસિસટન્ટ, કો ઓર્ડિનેટર જેવા વિવિધ હોદ્દાઓ પર અધ્યાપકોની નિમણૂંકો કરી છે.
આમ તો આ તમામ નિમણૂકો ઈન્ચાર્જ છે પણ અચાનક અને એક સાથે થયેલી નિમણૂકોએ અધ્યાપક આલમમાં પણ આશ્ચર્ય સર્જયું છે.સામાન્ય રીતે નવા વાઈસ ચાન્સેલરના નામની જાહેરાત થાય તે પછી વિદાય લેતા વાઈસ ચાન્સેલર આ પ્રકારની નિમણૂકો કરવાનું ટાળતા હોય છે.બીજી તરફ સત્તાધીશોનું કહેવું છે કે, કોમન યુનિવર્સિટી એકટ પ્રમાણે આ તમામ સેલમાં નિમણૂકો કરવાની હતી અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ દરખાસ્ત મૂકવાનું નક્કી અગાઉથી થઈ ગયું હતું.જેના કારણે દરખાસ્તોને મંજૂરી પણ આપવામાં આવી છે અને અધ્યાપકોને ચાર્જ લેવા માટે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરે ઓર્ડર પણ કરી દીધા છે.
કયા સેલમાં ડાયરેકટર તરીકે કોની નિમણૂક
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટડીઝઃ જિઓગ્રાફી ડિપાર્ટમેન્ટના ડો.અમી રાવલ
સ્ટુડન્ટ ડેવલપમેન્ટ સેલઃ પ્રો.હિતેશ રાવિઆ
સેન્ટર ફોર કેરિયર કાઉન્સિલિંગઃ સત્યજીત ચૌધરી, ટેકસટાઈલ એન્જિનિયરિંગ
ડિસેબિલિટી રિસોર્સ સેન્ટરઃ પ્રો.અંજલી પહાડ, હોમ સાયન્સ ફેકલ્ટી
સેન્ટર ફોર સ્ટાર્ટ એન્ડ ઈનોવેશનઃ પ્રો.પ્રસન્ના એસ, કેમેસ્ટ્રી વિભાગ
સેન્ટર ફોર ઈન્ટર્નશિપઃ પ્રો.કોમલ ચૌહાણ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગ
હાયર પેમેન્ટ બોર્ડઃ પ્રો.પદમજા સુધાકર, એન્વાર્યમેન્ટ સાયન્સ વિભાગ
હાયર પેમેન્ટ પ્રોગ્રામ ઓફ સાયન્સ ફેકલ્ટીઃ પ્રો.કલમકર, સ્ટેટેસ્ટિક્સ વિભાગ
સેન્ટર ફોર ઈન્ક્યુબેશનઃ પ્રો. યુ ડી પટેલ, સિવિલ એન્જિનિયરિંગ વિભાગ
સેન્ટર ફોર કોલાબ્રેશન ઓફ ટેકનોલોજીઃ પ્રો. એચ એમ પટેલ, સિવિલ એન્જિનિયરિંગ
નેશનલ સોશ્યલ સર્વિસઃ પ્રો સુનિતા નામ્બિયાર, સોશ્યલ વર્ક ફેકલ્ટી