Rajkot News: રાજકોટમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 4 વર્ષના બાળકનું રમતા-રમતા ભૂગર્ભ ટાંકીમાં પડી જવાથી મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચોઃ કોમનવેલ્થની મેજબાની કોને મળશે? અમદાવાદને ટક્કર આપવા નાઈજીરિયા મેદાનમાં, અબુજાના નામનો પ્રસ્તાવ
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રાજકોટના નાણાવટી ચોક યોજના રહેતા રાહુલ અઘારાનો 4 વર્ષનો દીકરો વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે અચાનક રમતા-રમતા ખુલ્લા ભૂગર્ભ ટાંકામાં પડી ગયો હતો. જોકે, ઘણાં સમય સુધી બાળક ન દેખાતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. આસપાસમાં તપાસ બાદ પણ બાળક ન મળતા પરિવારજનોને ખુલ્લાં ભૂગર્ભ ટાંકા પર નજર પડી હતી. ત્યાર બાદ ટાંકીમાં તપાસ કરતા બાળક મળી આવ્યું હતું.
બાળકનું મૃત્યુ
પરિવારે બાદમાં તાત્કાલિક ધોરણે બાળકને ટાંકામાંથી બહાર કાઢ્યું અને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેજડવામાં આવ્યું. જોકે, બાળક હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ વગેરેનું ચેકિંગ, 69 સ્થળે તપાસ કરી ખાદ્ય પદાર્થોના 59 નમૂના લીધા
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પરિજનોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.