– એક દાયકામાં આઠમી વખત નૈઋત્ય ચોમાસુ સારું રહ્યું
– વર્ષ 2018 નું ચોમાસું નબળું રહેલું, 2022 માં પણ 100 ટકાથી ઓછો વરસાદ થયો હતો
ભાવનગર : ભાવનગર જિલ્લામાં પાછલા એક દાયકામાં મેઘરાજાની મહેર રહેતા આઠમી વખત નૈઋત્ય ચોમાસુ સારું રહ્યું છે. જેના કારણે પાણીની સમસ્યા ભૂતકાળ બની છે. આ વર્ષે પણ શ્રીકાર વર્ષા થતાં જિલ્લામાં ૧૦૦ ટકા વરસાદની હેટ્રિક થઈ છે.