Rules In India For Foreign Citizens : કેન્દ્ર સરકારે વિદેશી નાગરિકો મામલે કડક નિયમો જાહેર કર્યા છે. ગૃહમંત્રાલયે આદેશ આપ્યો છે કે, જે વિદેશી નાગરિકો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, જાસૂસી, દુષ્કર્મ, હત્યા, આતંકવાદી કૃત્યો, બાળ તસ્કરી, માનવ તસ્કરી, નકલી ડૉક્યુમેન્ટ અથવા કરન્સી (ક્રિપ્ટોકરન્સી સહિત), ડ્રગ્સની દાણચોરી અથવા કોઈપણ પ્રતિબંધ ધરાવતા સંગઠનના સભ્ય જેવા ગંભીર ગુનાઓમાં દોષિત હશે તો તેઓને ભારતમાં આવવાની અને રહેવાની મંજૂરી નહીં આપવામાં આવે.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડિટેન્શન કેમ્પ બનાવાશે
નવા ઇમિગ્રેશન અને ફોરેનર્સ ઍક્ટ-2025 મુજબ, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ડિટેન્શન કેમ્પ બનાવવા પડશે. તેમાં પકડવામાં આવેલ ગેરકાયદે પ્રવાસીઓને રાખવામાં આવશે.