Vadodara : મૂળ બિહારના રજનીશકુમાર જનક પ્રસાદ શ્રીવાસ્તવ હાલમાં ભાઈ-ભાભી તથા બાળકોની સાથે અટલાદરા સ્વામિનારાયણ મંદિર નજીક સાઈરંગ હાઇટ્સમાં રહે છે અને હૈદરાબાદની એક કંપનીમાં વર્ક ફોર્મ હોમથી કામ કરે છે. આટલાદરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારો ભાઈ પ્રવેશ તેના ફેમિલી સાથે છેલ્લા 20 વર્ષથી વડોદરામાં સ્થાયી થયો છે.
કોરોના સમયે નોકરી માટે હું મારા ભાઈ સાથે રહેવા માટે આવ્યો હતો. અત્યારથી અહીંયા જ રહું છું મારી નાની બહેન પ્રિયાના લગ્ન વર્ષ 2017 માં પંકજ શ્રીવાસ્તવ (રહે-નરકટીયા ગંજ થાના, શિકારપુર જિલ્લો, પંચમી ચંપારણ બિહાર) ખાતે થયા છે. પરંતુ તે નાની નાની બાબતે મારા પિતાને અમારા વિશે ચઢમણી કરીને કહે છે કે, તેઓ તમારી સાથ સંભળા રાખતા નથી તો તમારે માલ મિલકતમાં ભાગ આપવાનો નહીં. આ બાબતે મારા બહેનને સમજાવવા માટે મેં કોલ કરતા તે મારા પર એકદમ ઉશ્કેરાઈને ખોટા આક્ષેપો કરીને ગાળો બોલવા લાગી હતી અને ધમકી આપી કહ્યું હતું કે તું સાસરિયામાં આવ્યો તો જો હું તને જાનથી મારી નાખી તારા ટુકડા ટુકડા કરી નાખીશ. અટલાદરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.