– પીએમ મોદી આગામી સપ્તાહે મણિપુરની મુલાકાત લઈ શકે
– કુકી સંગઠન તેના બધા જ શસ્ત્રો સીઆરપીએફ અને બીએસએફને સોંપી દેશે : મણિપુર હિંસામાં અત્યાર સુધી કુલ 260ના મોત, હજારો બેઘર
નવી દિલ્હી : કોમી રમખાણનો ભોગ બનેલા મણિપુરમાં લાંબા સમય પછી શાંતિનો સૂરજ ઉગ્યો છે. મણિપુરના બે જાણીતા સંગઠન કુકી-ઝો ગુ્રપે ગુરુવારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સાથે મણિપુરની અખંડતા જાળવી રાખવા સાથ રાજ્યમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટેના કરાર કર્યા છે. તેના પગલે મણિપુરની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે તેની ધોરી નસ સમાન કહેવાતો નેશનલ હાઇવે-ટુ ખૂલ્યો છે.