– કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણની ટોચની સંસ્થાઓના રેન્કિંગસ જાહેર કર્યા
– ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ બેંગ્લુરુ બેસ્ટ યુનિવર્સિટી અને બેસ્ટ રિસર્ચ સંસ્થા
– 10મા એનઆઇઆરએફ રેન્કિંગ્સ જાહેર, નવ શ્રેણી અને પાંચ પેરામીટર્સને આધારે પસંદગી
નવી દિલ્હી : આઇઆઇએમ અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોચનું મેનેજમેન્ટ ઇન્સ્ટિયુશન બન્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા નેશનલ ઇન્સ્ટિટયુટશનલ રેન્કિંગ ફેમવર્ક (એનઆઇઆરએફ) ૨૦૨૫મા મેનેજમેન્ટ કેટેકટરીમાં આઇઆઇએમએ પ્રથમ આઇઆઇએમ- બેંગ્લોર બીજા અને આઇઆઇએમ- કોઝિકોડેએ ત્રીજુ સ્થાન મેળવ્યું છે. એનઆઇઆરએફ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓનો ૧૭ કેટેગરીમાં રેન્કિંગ જાહેર થયું છે.