વડોદરા, શુક્રવાર
ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલી એસબીઆઇ શાખામાં બોગસ દસ્તાવેજો રજૂ
કરી ૧.૯૭ કરોડની લોન લેવાના બનાવમાં સંડોવાયેલા ૧૬ આરોપી પૈકીના એક આરોપીએ
જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
બનાવની વિગત એવી છે કે,ઇલોરાપાર્ક શાખાના બેંક મેનેજરે ગોરવા પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની બેંકમાં આરોપીઓએ તેઓ
જે કંપનીમાં નોકરી ન કરતા હોય તે કંપનીમાં નોકરી કરતા હોવાના ડોક્યુમેન્ટ રજૂ કરી,
બનાવટી સેલેરી સ્લીપ બનાવી બેંક સ્ટેટમેન્ટ રજૂ કરી ૧.૯૭ કરોડની
છેતરપિંડી કરી છે.
આ કૌભાંડમાં પોલીસે બોગસ દસ્તાવેજના આધારે ૪૦ લાખની લોન
લેનારા આરોપી શ્રીકાંત સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા
આરોપીએ જામીન અરજી મુકતા એડિ.ચીફ.જ્યુ.મેજિ.એ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.