વડોદરા,દંતેશ્વર તળાવ પાસે નશેબાજ કાર ચાલકે અકસ્માત કરતા પોલીસ દોડી ગઇ હતી. મકરપુરા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કંટ્રોલ રૃમ તરફથી મકરપુરા પોલીસને મેસેજ મળ્યો હતો કે, દંતેશ્વર તળાવ પાસે એક કાર ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. જેથી, પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા કાર ચાલક મળી આવ્યો હતો. કાર ચાલક પૂરઝડપે અને વાંકી ચૂંકી ચલાવતો હોઇ લોકોએ તેને પકડી રાખી પોલીસને સોંપી દીધો હતો. પોલીસનો સ્ટાફ કાર ચાલકને પોલીસ સ્ટેશન લઇ આવ્યો હતો. કાર ચાલક પ્રણવકુમાર મહેન્દ્રભાઇ પટેલે, ઉં.વ.૪૨ (રહે. સેવાલીયા ગામ, જિ.ખેડા) દારૃનો નશો કર્યો હોઇ તેની સામે પોલીસે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે.