Vadodara Accident : વડોદરા શહેરના સમા કેનાલ રોડ પર રવિવારે રાત્રિના સમયે નસેડી કાર ચાલકે ઓવર સ્પીડમાં કાર ચલાવીને અબોલ ગાયને અડફેટે લીધી હતી. જેમાં ગાય ફંગોળાઈને દૂર સુધી ભટકાઈ હતી જેમાં શીંગડા તૂટી ગયા હતા અને શરીર પર પણ દૂર સુધી ઘસડાઈ હોય ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહી લોહાણ હાલતમાં ગાયને સારવાર માટે પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી હતી. ફતેગંજ પોલીસે નસેડી કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં નશો કરીને કાર ચલાવતા લોકોને પોલીસનો કોઈ પ્રકારનો ડર રહ્યો ન હોય તેમ બેફામ બન્યા છે. જેમાં ઘણીવાર નશેડી વાહન ચાલકોએ અડફેટે લેવાના કારણે કેટલાક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ગઈ કાલે રવિવારે રાત્રે દારૂનો નશો કરીને પુરઝડપે કાર દોડાવી ચાલકે અબોલ ગાયને અડફેટે લીધી હતી. ઓવરસ્પીડમાં કાર હોય ગાય ફંગોળાઈને દૂર સુધી પછડાઈ હતી. જેમાં ગામના સીંગડા તૂટી જવા સાથે ઘસડાઈ હોવાથી ગંભીર ઇજાઓ ઈજા સાથે લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. કાર ચાલકને ઝડપી પાડ્યા બાદ લોકોએ તેને ફતેગંજ પોલીસને બોલાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગંભીર રીતે ગવાઈ ગયેલી ગાયને સારવાર માટે પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી હતી.