જામનગર નજીક અલિયાબાડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા લાલજીભાઈ કરસનભાઈ દેગામા નામના 42 વર્ષના કોળી યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ ગામના જગદીશ બટુકભાઈ ધારેવાડીયા, મગન રમેશભાઈ ધારેવાડીયા, જયંતિ બાબુભાઈ ધારેવાડીયા, રમેશ દેવાભાઈ, કાસુ ઉર્ફે અજય રમેશભાઈ અને કિશન મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન અને આરોપી જગદીશ બટુકભાઈ વચ્ચે રેતીની લિઝના ધંધાના પ્રશ્ને તકરાર થઈ હતી,જેનો ખાર રાખીને તમામ આરોપીઓ દ્વારા આ હુમલો કરી દેવાતાં ફરિયાદી યુવાન ઇજાગ્રસ્ત બન્યો હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો છે, જે સમગ્ર પોલીસ વધુ તપાસ ચલાવે છે.