Jammu Kashmir News: કાશ્મીરના કુલગામમાં સેનાનું આતંકીઓ સામે ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં અત્યાર સુધી સેનાના 2 જવાન વીરગતિ પામ્યા છે, જ્યારે 2 જવાન ઘાયલ થયા છે. આ ઉપરાંત ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર માર્યા છે. ઓપરેશન હજુ ચાલુ છે અને સુરક્ષા દળો સાવચેતી સાથે સમગ્ર વિસ્તારમાં આતંકીઓને શોધી રહ્યા છે.
કુલગામના ગુડર જંગલ વિસ્તારમાં સંયુક્ત દળો અને આતંકવાદીઓ વચ્ચે ભયંકર ગોળીબાર થયો હતો. જેમાં બે આતંકવાદી માર્યા ગયા. આ કાર્યવાહીમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) સહિત ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બે ઘાયલ સૈનિકોએ દમ તોડી દીધો, જ્યારે ડોક્ટરોએ જેસીઓની સ્થિતિ સ્થિર ગણાવી છે.