આરોપીઓ દારૃ પી મકાનને નુકસાન પહોંડતા હોવાની રાવ
આરોપીઓને પકડી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ સાથે ૧૫૦નું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે રહેણાંક વિસ્તારમાં લુખ્ખાતત્વોના ત્રાસ અંગે સ્થાનીક રહિશોએ બી-ડિવીઝન પોલીસ મથકે રજુઆત કરી હતી અને લોકોને હેરાન પરેશાન કરનાર લુખ્ખાતત્વો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની પકડ ઢીલી થઇ હોય તેમ ધોળે દિવસે હત્યાની ઘટના, લૂંટ જેવા અનેક ગંભીર ગુનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. આવી જ ઘટના સુરેન્દ્રનગર શહેરમાં સામે આવી છે. શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે આવેલ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખાતત્વોનો ત્રાસ વધી ગયો છે. વઢવાણ સુડવેલ સોસાયટીમાં રહેતા તનવીર ઉર્ફે બળીયો અને તેના મિત્ર દ્વારા પીધેલી હાલતમાં રાત્રીના સમયે બસ સ્ટેન્ડ પાસે આવેલી મસ્જીદ ચોકમાં દાદાગીરી કરી દંગલ મચાવતા હોવાનો આક્ષેપ કર્યો છે.
તેમજ ઘરના બારણાઓ પર ધોકાઓ મારી નુકસાન પણ પહોંચાડે છે અને આ મામલે સ્થાનિકો કાંઈ બોલે તો છરીઓ વડે હુમલાઓ કરી દાદાગીરી કરતા હોવાની અંદાજે ૧૨૦થી વધુ લોકો અને સ્થાનીકોએ બી-ડિવીઝન પોલીસ મથકે રજુઆત કરી હતી અને લુખ્ખાતત્વોને ઝડપી પાડી કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.