– ઇસરોના અધ્યક્ષ વી.નારાયણે ભીતરી વાત કહી
– ઓપરેશન સિંદૂર સમયે સૈન્ય અભિયાન માટે પૃથ્વીનું અવલોકન કરી સંચાર ઉપગ્રહો દ્વારા સૈન્યને સતત સહાય કરવામાં આવતી હતી
નવી દિલ્હી : ઇસરોના અધ્યક્ષ વી. નારાયણે મંગળવારે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાને સહાય કરવા માટે ૪૦૦થી વધુ વિજ્ઞાાનીઓએ ચોવીસ કલાક કામ કર્યું હતું અને સૈન્ય અભિયાન વખતે પૃથ્વીનું અવલોકન કરી સંચાર ઉપગ્રહો દ્વારા સૈન્યને માહિતી પહોંચાડવામાં આવી હતી.
ઓલ ઇંડીયા મેનેજમેન્ટ એસોસિએશનનાં ૫૨માં રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતાં નારાયણને કહ્યું ઓપરેશન સિંદૂર દરમિયાન સશસ્ત્ર સંઘર્ષોમાં અંતરિક્ષ ક્ષેત્રની ભૂમિકા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. તે દરમિયાન ડ્રોન અને સ્વદેશી તીર તથા આકાશ જેવી વાયુ રક્ષા પ્રણાલીની ક્ષમતાની પણ ચકાસણી થઇ ગઈ.
ગગનયાન વિષે તેઓએ કહ્યું કે તે પરિયોજના નીચે હજી સુધીમાં ૭,૭૦૦થી વધુ જમીની પરીક્ષણ થઇ ચુક્યો છે અને આગામી સ-માનવ અંતરિક્ષ ઉડાન પૂર્વે ૨,૩૦૦થી વધુ પરીક્ષણ કરવામાં આવશે. ગગનયાન મિશન નીચે ઇસરો ચાલક દળ વગરનાં કમિશન કરશે. પહેલું મિશન આ વર્ષમા ડીસેમ્બરમાં યોજાવાની શક્યતા છે. તે પછી બે માનવ રહિત મિશન યોજાશે. ગગનયાન પ્રોજેક્ટ નીચે બે માનવયુક્ત મિશનનાં સંચાલન માટે પણ મંજૂરી મળી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૩૫ સુધીમાં ભારતનું પોતાનું અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવા અને ૨૦૪૦ સુધીમાં ભારતીય અંતરિક્ષ યાત્રીને ચંદ્ર પર મોકલવાનું લક્ષ્ય અમને (ઇસરોને) આપ્યું છે.