Central Government raises excise duty by Rs 2 each on petrol and diesel : કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. જોકે પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતમાં કોઈ જ ફેરફાર થશે નહીં, જેથી સામાન્ય પ્રજાને કોઈ અસર નહીં પડે.
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં એક્સાઈઝ ડ્યુટીમાં વધારાની જાણકારી આપવામાં આવી છે. એક્સાઈઝ ડ્યુટીમાં વધારાનો બોઝ સામાન્ય લોકો પર પણ પડી શકે છે. નોંધનીય છે કે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે, જે જોતાં સરકારે પેટ્રોલિયમ કંપનીઓ પર એક્સાઈઝ ડ્યુટી વધારી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમત એક બેરલ પર 63.34 ડોલર છે, પેટ્રોલિયમ કંપનીઓને કાચું તેલ સસ્તામાં પડે છે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો થયો નથી. એવામાં કંપનીઓને થતો મબલખ લાભ જોતાં સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારી છે જેથી સરકારની આવકમાં પણ વધારો કરી શકાય.
શું સામાન્ય માણસ પર અસર પડશે?
કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે પરંતુ સામાન્ય પ્રજા પર તેની અસર નહીં થાય. વધેલી એક્સાઈઝ ડ્યુટી 8 એપ્રિલ મંગળવારથી લાગુ થઈ જશે જેની સીધી અસર પેટ્રોલિયમ કંપનીઓ પર જ પડશે. કેન્દ્ર સરકારે X પર પોસ્ટ કરીને આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે, પેટ્રોલિયમ કંપનીઓએ રિટેલ કિંમતોમાં કોઈ જ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.
