મુંબઈ : ટ્રમ્પના ટેરિફ યુદ્વમાં ભારતને ઝુંકાવવા હવે આઈટી સહિતના ઉદ્યોગો પર આઉટસોર્સિંગ ટેક્ષ લાદવાની અટકળો વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ વાટાઘાટ ફરી શરૂ થવાના અહેવાલ અને ભારતમાં આઈટી જાયન્ટ ઈન્ફોસીસ દ્વારા ૧૧, સપ્ટેમ્બરની મીટિંગમાં શેરોના બાયબેક પર વિચારણા કરવાનું જાહેર થતાં ફરી બાયબેકની મોસમ શરૂ થતાં આજે આઈટી શેરોની આગેવાનીમાં બજારે સ્પ્રિંગ જેવો ઉછાળો લગાવ્યો હતો. આઈટી શેરોની સાથે હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોની પસંદગીની ખરીદીએ સેન્સેક્સે ફરી ૮૧૦૦૦ની સપાટી અને નિફટીએ ૨૪૮૫૦ની સપાટી કુદાવી હતી. મોદી સરકાર દ્વારા મેઈક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન માટે ગત સપ્તાહમાં વિવિધ ઉદ્યોગોને જીએસટીમાં રાહત આપવામાં આવતાં અને દેશમાં લોકોની ખર્ચપાત્ર આવકમાં વધારો કરવાના પગલાંની પોઝિટીવ અસરે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, મહારથીઓનું શેરોમાં વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. સેન્સેક્સ અંતે ૩૧૪.૦૨ પોઈન્ટ વધીને ૮૧૧૦૧.૩૨ અને નિફટી ૫૦ સ્પોટ ૯૫.૪૫ પોઈન્ટ વધીને ૨૪૮૬૮.૬૦ બંધ રહ્યા હતા.
ઈન્ફોસીસમાં ૧૧મીએ શેરોની બાયબેક વિચારણા : શેર વધ્યો : ઈન્ટેલેક્ટ, વિપ્રો, ટેક મહિન્દ્રા, રામકો વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ઉદ્યોગ માટે એક તરફ અમેરિકામાં આઉટસોર્સિંગ પર ટેક્ષની નેગેટીવ અટકળો સામે ટ્રમ્પ અને મોદી સરકાર વચ્ચે વાટાઘાટની પોઝિટીવ શકયતા અને હવે ઈન્ફોસીસ દ્વારા ૧૧મી સપ્ટેમ્બરના બોર્ડ મીટિંગમાં શેરોના બાયબેક પર વિચારણા થવાનું જાહેર થતાં શેરમાં લેવાલી નીકળતાં રૂ.૭૨.૧૦ વધીને રૂ.૧૫૦૪.૭૫ રહ્યો હતો. ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૪૧.૭૫ વધીને રૂ.૩૩૪.૮૫, એફલે રૂ.૧૩૦.૪૦ વધીને રૂ.૨૦૭૦.૧૦, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૫૪.૬૫ વધીને રૂ.૯૬૦.૫૦, રામકો સિસ્ટમ રૂ.૧૬.૬૦ વધીને રૂ.૪૫૭.૭૫, સોનાટા સોફ્ટવેર રૂ.૧૩.૧૦ વધીને રૂ.૩૬૯, વિપ્રો રૂ.૬.૫૫ વધીને રૂ.૨૪૯.૧૦, ટેક મહિન્દ્રા રૂ.૩૭.૧૦ વધીને રૂ.૧૪૯૭.૬૫, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૧૯.૭૦ વધીને રૂ.૫૧૩૦.૮૦, એમ્ફેસીસ રૂ.૬૨.૩૦ વધીને રૂ.૨૮૫૧.૫૫, તાન્લા પ્લેટફોર્મ રૂ.૧૪.૨૫ વધીને રૂ.૬૭૫.૨૫, કોફોર્જ રૂ.૩૨.૯૫ વધીને રૂ.૧૬૯૫.૯૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૮.૦૫ વધીને રૂ.૯૩૯.૪૫, યુનિઈકોમ રૂ.૨.૬૫ વધીને રૂ.૧૫૦.૧૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૦૩.૬૦ વ ધીને રૂ.૮૪૧૧.૩૫, ટીસીએસ રૂ.૩૦.૧૫ વધીને રૂ.૩૦૪૯.૪૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૯૩૧.૮૦ પોઈન્ટ વધીને ૩૪૭૦૮.૩૪ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં વેલ્યુબાઈંગ વધ્યું : મોરપેન, ગુફિક બાયો, ડો.રેડ્ડીઝ, આરતી ડ્રગ્ઝ, આરતી ફાર્મામાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિક્લસ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે વેલ્યુબાઈંગ વધાર્યું હતું. મોરપેન લેબ. રૂ.૨૧.૬ વધીને રૂ.૫૧.૨૬, ગુફિક બાયો રૂ.૧૩.૩૫ વધીને રૂ.૩૬૯.૮૫, ડો.રેડ્ડીઝ લેબ રૂ.૪૩.૧૦ વધીને રૂ.૧૨૯૩.૪૫, ગ્લેનમાર્ક રૂ.૬૩.૬૦ વધીને રૂ.૨૧૧૬.૨૫, આરતી ફાર્મા રૂ.૨૪.૧૫ વધીને રૂ.૯૦૫.૨-૦, ગ્લેન્ડ રૂ.૫૦.૭૫ વધીને રૂ.૧૯૧૯.૩૫, વોખાર્ટ રૂ.૩૭.૧૦ વધીને રૂ.૧૪૯૬.૭૫, એમ્કયોર રૂ.૨૯.૯૫ વધીને રૂ.૧૩૮૫.૧૫, ઝાયડસ લાઈફ રૂ.૨૭.૫૦ વધીને રૂ.૧૦૩૬.૬૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૯૭.૩૦ પોઈન્ટ વધીને ૪૪૪૨૪.૩૭ બંધ રહ્યો હતો.
ટીટાગ્રહ રૂ.૩૯ ઉછળી રૂ.૮૮૪ : એલએમડબ્યુ, સિમેન્સ, જયોતી સીએનસી, અપાર ઈન્ડસ્ટ્રીઝ વધ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. ટીટાગ્રહ રૂ.૩૮.૯૫ વધીને રૂ.૮૮૪.૧૦, એલએમડબલ્યુ રૂ.૩૭૦.૬૦ વધીને રૂ.૧૪,૪૬૪.૯૫, સિમેન્સ રૂ.૬૭.૭૦ વધીને રૂ.૩૧૮૯.૯૫, જયોતી સીએનસી રૂ.૧૭.૪૦ વધીને રૂ.૯૧૧.૨૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૦.૫૫ વધીને રૂ.૭૯૫૧.૪૦, કાર્બોરેન્ડમ રૂ.૧૨.૮૫ વધીને રૂ.૯૭૬.૮૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૪૬.૯૫ વધીને રૂ.૪૦૧૪, મઝગાંવ ડોક રૂ.૨૦.૦૫ વધીને રૂ.૨૬૮૪.૫૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ : ટીઆઈ ઈન્ડિયા, એમઆરએફ, આઈશર મોટર્સ, મારૂતી વધ્યા
ચોમાસું દેશભરમાં સારૂ રહેતાં અને ઓટો ઉદ્યોગને જીએસટીમાં રાહતના પોઝિટીવ પરિબળે ઓટો શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી જળવાઈ હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૭.૬૦ વધીને રૂ.૩૧૫૩.૦૫, એમઆરએફ રૂ.૨૨૩૯.૨૦ વધીને રૂ.૧,૪૯,૨૧૪.૮૫, આઈશર મોટર્સ રૂ.૫૯.૮૦ વધીને રૂ.૬૮૭૩.૫૫, મારૂતી સુઝુકી રૂ.૧૦૩.૩૦ વધીને રૂ.૧૫,૩૬૧.૪૦, બોશ રૂ.૧૨૭.૫૫ વધીને રૂ.૪૧,૪૯૯.૦૫ રહ્યા હતા.
વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૧૭ ઉછળી રૂ.૫૪૫૫ : સુલા વિનીયાર્ડ, ગોપાલ સ્નેક્સ, ડીસીએમ શ્રીરામ વધ્યા
એફએમસીજી શેરોમાં પણ ફંડોની પસંદગીની ખરીદી ચાલુ રહી હતી. વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૧૭.૨૦ વધીને રૂ.૫૪૫૫.૩૦, સુલા વિનીયાર્ડ રૂ.૧૬.૧૦ વધીને રૂ.૨૭૭.૮૦, ગોપાલ સ્નેક્સ રૂ.૧૯.૯૦ વધીને રૂ.૩૮૩.૪૫, ઝાયડસ વેલનેસ રૂ.૭૮.૮૦ વધીને રૂ.૨૪૭૧.૬૫, ડીસીએમ શ્રીરામ રૂ.૪.૦૫ વધીને રૂ.૧૬૬.૪૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૩.૮૦ વધીને રૂ.૧૨૦૧.૭૫ રહ્યા હતા.
ખેલંદાઓનું સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૨૧૧ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આઈટી, ફાર્મા શેરોના સથવારે તેજી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ થતા માર્કેટબ્રેડથ નેગટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૮૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૧૮ અને ઘટનારની ૨૨૧૧ રહી હતી.
એકશન કન્સ્ટ્રકશન, ફ્લોરોકેમ, ફોર્સ મોટર્સ, અશાહી, ટીબીઓટેક, રેલટેલ, આઈટીડી સિમેન્ટેશનમાં તેજી
અર્થ મુવિંગ ઈક્વિપમેન્ટ ક્ષેત્રે ઉત્પાદન વધારવા પર સરકારના ફોક્સ વચ્ચે આજે એક્શન કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ રૂ.૮૩.૯૦ વધીને રૂ.૧૧૪૫.૩૦, ફ્લોરોકેમ રૂ.૨૬૦.૧૫ વધીને રૂ.૩૬૨૮.૩૫, ફોર્સ મોટર રૂ.૧૧૨૭.૬૫ વધીને રૂ.૧૮,૧૬૬.૧૦, આઈટીડી સિમેન્ટેશન રૂ.૪૬.૯૦ વધીને રૂ.૭૮૩.૫૦, રેલટેલ રૂ.૧૮.૭૦ વધીને રૂ.૩૬૪.૫૦, અશાહી ઈન્ડિયા રૂ.૪૧.૬૫ વધીને રૂ.૮૭૫.૩૫, ટીબીઓ ટેક રૂ.૭૦.૯૫ વધીને રૂ.૧૬૪૧.૫૦ રહ્યા હતા.
FPIs/FIIની કેશમાં રૂ.૨૦૫૦ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૮૩ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૨૦૫૦.૪૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૧.૮૯૬.૬૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૮૪૬.૨૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૮૩.૦૮ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૦,૪૨૨.૮૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૩૩૯.૭૬ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૫૩.૮૪ લાખ કરોડ
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજી સામે સ્મોલ, મિડ કેપ ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થવા છતાં એ ગુ્રપના શેરોમાં આકર્ષણે રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ રૂ.૧.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૫.૮૪ લાખ કરોડ રહ્યું હતું.