– અત્યાર સુધી દોઢું ભાડું જ વસૂલી શકાતું હતું
– ટેક્સી એગ્રીગેટરે ડ્રાઇવરને પાંચ લાખનો હેલ્થ અને 10 લાખનો ટર્મ ઇન્સ્યોરન્સ પણ આપવો પડશે
નવી દિલ્હી : સરકારે ટેક્સી એગ્રીગેટરો જેવા કે ઉબેર, ઓલા અને રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરનું બે ગણું વસૂલવાની છૂટ આપી છે. અગાઉ તે દોઢુ જ ભાડું વસૂલી શકતા હતા. જ્યારે નોન-પીક અવર્સમાં આ ભાડું બેઝ ફેરના લઘુત્તમ ૫૦ ટકા હશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે તેના મોટર વ્હીકલ્સ એગ્રીગેટર ગાઇડલાઇન્સ ૨૦૨૫માં જણાવ્યું હતું કે એગ્રીગેટરોને ડાઇનેમિક પ્રાઇસિંગ હેઠળ આ છૂટ અપાઈ છે.