Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા ટાંકીથી સવારે પાણી મેળવતા વિસ્તારના રહીશોને આવતીકાલ તા.11થી 13 સુધી ત્રણ દિવસ માટે પ્રાયોગિક ધોરણે પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પાલિકાના પાણી પુરવઠા શાખા હસ્તકની વાસણા ટાંકીથી સવારે 7 વાગ્યાથી 8.15 વાગ્યા સુધીના સમયગાળામાં પાણી મેળવતા તેના વિતરણના સમયમાં તા.11થી 13 સુધી પ્રાયોગિક ધોરણે ફેરફાર કરવામાં આવશે જેમાં નવા ઝોનનો સમય સવારે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી વાસણા ટાંકીની પાછળનો ભાગ ભાયલી ટીપી-1 નો વિસ્તાર અને ઝોન તથા સાંજે 5.30થી 6.30 વાગ્યા સુધી વાસણા ટાંકીથી વાસણા જકાતનાકા, કલ્યાણ પાર્ટી પ્લોટ તરફનો વિસ્તાર તેમજ ગોકુળ પાર્ટી પ્લોટ તરફ નો વિસ્તાર અને ગોત્રી પોલીસ સ્ટેશનનો વિસ્તાર રહેશે.
આ ટ્રાયલ દરમિયાન ઝોનીંગ સમયમાં ફેરફારમાં સફળતા મળ્યા બાદ પાણી વિતરણનો આ નવો સમય કાયમી ધોરણે અમલમાં રહેશે તેમ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.