Fitch Ratings On India GDP: દેશની અનુકૂળ નાણાકીય સ્થિતિ અને મજબૂત સ્થાનિક માંગના આધારે રેટિંગ એજન્સી ફિચે ભારતનો વિકાસ દર 6.9 ટકા સુધી વધારી દીધો છે. અગાઉ આ વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ હતો. પહેલા ત્રિમાસિક ગાળા પછીના પરિવર્તનના આ આંકડા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
સપ્ટેમ્બરના ગ્લોબલ ઈકોનોમિક આઉટલુક (GEO)માં રેટિંગ એજન્સી ફિચ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના માર્ચ અને જૂન ક્વાર્ટર વચ્ચે આર્થિક પ્રવૃત્તિમાં તીવ્ર વધારો થયો છે, અને વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ જાન્યુઆરી-માર્ચમાં 7.4 ટકાથી વધીને વાર્ષિક ધોરણે 7.8 ટકા થઈ છે. આ જૂન GEOમાં 6.7 ટકાના અનુમાન કરતા ઘણું વધારે છે.
GDPમાં વધારો થશે
એપ્રિલ-જૂન પરિણામોના આધારે રેટિંગ એજન્સી ફિચે માર્ચ 2026 (નાણાકીય વર્ષ 2025-26)માં પૂરા થતા નાણાકીય વર્ષ માટે જૂન GEOમાં 6.5 ટકાથી સુધારીને 6.9 ટકા કર્યો છે. એપ્રિલ-જૂન પરિણામોના આધારે રેટિંગ એજન્સી ફિચ અનુસાર, સ્થાનિક માંગ વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે, કારણ કે મજબૂત વાસ્તવિક આવક ગ્રાહક ખર્ચમાં વધારો કરી રહી છે અને નબળી નાણાકીય સ્થિતિ રોકાણ દ્વારા ભરપાઈ કરવામાં આવશે.
આ પણ વાંચો: અમેરિકા ખાતેની ભારતની 85 ટકા નિકાસ યુરોપ તરફ વળવાની વકી
નાણાકીય વર્ષના બીજા ભાગમાં વાર્ષિક વૃદ્ધિ ધીમી પડી શકે છે. તેથી, આગામી નાણાકીય વર્ષ 2026-27માં વૃદ્ધિ દર ઘટીને 6.3 ટકા થવાની ધારણા છે. અર્થતંત્ર તેની ક્ષમતા કરતા થોડું ઉપર ચાલી રહ્યું છે, તેથી નાણાકીય વર્ષ 2027-28માં વૃદ્ધિ દર ઘટીને 6.2 ટકા થવાની સંભાવના છે.
ગ્રાહક ખર્ચમાં વધારો થઈ શકે છે
રેટિંગ એજન્સી ફિચે અનુસાર, જુલાઈ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા અને PMI સર્વે પણ દેશની મજબૂત અર્થવ્યવસ્થાનો સંકેત આપી રહ્યા છે. આ ઉપરાંત GST સુધારાને કારણે નાણાકીય વર્ષ 2026 દરમિયાન ગ્રાહક ખર્ચમાં વધારો થવાની ધારણા છે.