Jamnagar : જામનગર નજીક દરેડ મસીતિયારોડ પર એક મકાનની ઓરડીમાં ગેસ રીફીલિંગ કારસ્તાન ચાલતું હોવાની બાતમીના આધારે પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો, જે દરોડા દરમિયાન મકાનમાં રહેતા સેહજાદ સીદીકભાઈ ખફી નામના શખ્સ દ્વારા રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદે રીતે ગેસ રીફીલિંગનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી પોલીસ દ્વારા બનાવના સ્થળેથી રાંધણ ગેસનો મોટો બાટલો, તેમજ અન્ય એક નાનો બાટલો, અને પ્લાસ્ટિકની નળી, નોઝલ, ઇલેક્ટ્રીક વજન કાંટો સહિતની સામગ્રી કબજે કરી લઇ ગેરકાયદે ગેસનું રિફિલિંગ કરી રહેલા શહેજાદ સીદીકભાઈ ખફી સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.