Waqf Amendment Bill 2025: કોંગ્રેસ નેતા અને સહારનપુરના સાંસદ ઈમરાન મસૂદ વક્ફ સંશોધન બિલમાં પ્રસ્તાવિત સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં નોન-મુસ્લિમ સભ્યોની નિમણૂકની જોગવાઈ મુદ્દે ભડકી ઉઠ્યા છે. તેમણે રોષમાં આવી કહ્યું કે, હું રામજીનો વંશજ છું. મને પણ રામ મંદિર ટ્રસ્ટમાં સામેલ કરો.
લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં આજે વક્ફ સંશોધન બિલ રજૂ કરતાં નિવેદન આપ્યું હતું કે, વક્ફ બોર્ડ ધર્મ વ્યવસ્થા સાથે સંકળાયેલું નથી. જેમાં 8 લાખથી વધુ પ્રોપર્ટી સામેલ છે.