Vadodara Accident : વડોદરાના સૌથી લાંબા અટલબ્રિજ ઉપર અકસ્માતના બનાવો સતત બની રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે એક ઓડી કારનો એક્સિડન્ટ થતા કારચાલકનો બચાવ થયો હતો.
પંડ્યા બ્રિજથી અટલ બ્રિજ ચડતી કારના ચાલકે એકાએક સ્ટિઅરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડરની દીવાલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી અને આગળનો આખો ભાગ તૂટી ગયો હતો. સારા નસીબે કારની આગળ પાછળ કોઈ વાહન નહીં હોવાથી જાનહાનિ થઈ ન હતી.
આ સાથે જ કારની ચારે એરબેગ્સ ખૂલી ગઈ હતી અને કારચાલકનો બચાવ થયો હતો. બનાવને પગલે લોકો ભેગા થઈ જતા થોડીવાર માટે વાહન વ્યવહાર અટક્યો હતો. પરંતુ પોલીસ આવી જતા તરત જ વાહન વ્યવહાર રાબેતા મુજબનો શરૂ કરાવી દીધો હતો. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.