Earthquake in Assam: આસામના ગુવાહાટીમાં આજે(14 સપ્ટેમ્બર) સાંજે 4:41 વાગ્યે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા બંગાળ અને પડોશી દેશ ભૂટાન સુધી અનુભવાયા હતા. આસામના અધિકારીઓના અનુસાર, ભૂકંપના આંચકા સાંજે 5:20 વાગ્યે (IST) અનુભવાયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ કુદરતી ઘટનાથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે સંપત્તિને નુકસાનના કોઈ સમાચાર નથી મળ્યા.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS)ના અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ આસામના ઉદલગુડીમાં હતું. તેની ઊંડાઈ 5 કિલોમીટર હતી. ભૂકંપના આંચકા આસામની સાથોસાથ નોર્થ-ઈસ્ટના અન્ય રાજ્યો જેવા કે મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુર સહિતના વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. આ સમાચાર પ્રાથમિક માહિતીના આધારે લખાયા છે.