વડોદરાઃ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી પીણીની લારીઓ અને રેસ્ટોરાંમાંથી ગેસ સિલિન્ડર ચોરતી ગેંગના ત્રણ સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
ગેસ સિલિન્ડર ચોરાઇ જવાના બનાવો વધતાં પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીની ઝાડીમાં છુપાવેલા આઠ ગેસ સિલિન્ડર સાથે ઓમવીરસિંગ સતપાલસિંગ ઠાકુર(બાજ વાડા અને લોકમાન્ય સોસાયટી,રબારીવાસ, કુંભારવાડા,મૂળ યુપી),રાજ ભરતભાઇ દરબાર અને જયકિશન ઉર્ફે ક્રિષ્ણા ભરતભાઇ દરબાર(બંને રહે.ઇમામપુરા,વીમા દવાખાના પાસે,વારસીયા)ને ઝડપી પાડયા હતા.
પોલીસની તપાસ દરમિયાન ત્રિપુટી દ્વારા સયાજીગંજ,રેલવે સ્ટેશન,મકરપુરા, રાવપુરા,વાડી જેવા વિસ્તારોમાંથી મોટર સાઇકલ પર ચોરી કરવામાં આવી હોવાની વિગતો ખૂલી હતી.ત્રણેય સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા હતા.