Jamnagar Crime : જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રહેતા મહોબતસિંહ અભેસંગ ચુડાસમા (52 વર્ષ) કે જેઓ ગઈકાલે મોટી ખાવડી આંબાવાડી વિસ્તારમાં આવેલી દ્વારકાધીશ જનરલ સ્ટોર નામની દુકાન પાસે ઊભા હતા, જે દરમિયાન અજયકુમાર રાજ બલ્લમસિંગ નામનો શખ્સ લોખંડના પાઇપ સાથે ત્યાં ધસી આવ્યો હતો, અને મોહબ્બતસિંહના માથામાં લોખંડના પાઇપના બે-ત્રણ પ્રહાર કરી દઈ હેમરેજ સહિતની ગંભીર ઇજા પહોંચાડી જીવલેણા હુમલો કરી દીધો હતો.
જેથી મહોબતસિંહને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેની સધન સારવાર ચાલી રહી છે. આ હુમલાના બનાવ અંગે ઈજાગ્રસ્તના પુત્ર મયુરસિંહ મહોબતસિંહ ચુડાસમાએ પડાણા પોલીસ મથકમાં આરોપી અજયકુમાર રાજ બલમસિંગ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.