આધુનિક ક્લાસરૂમ જેવી બસમાં લેપટોપ, પ્રોજેક્ટ્સ સહિતનાં સાધનોની અવદશા : પરપ્રાંતના શ્રમિકોનાં સંતાનો માટેની શિક્ષણની સુવિધા ઝુંટવાઈ ગઈ : સરકારી યોજનાનો લાભ મળે તે માટે જૂદા – જૂદા કાર્ડ કાઢી આપવાનું કામ સ્થગિત
રાજકોટ, : એકસ્વપ્ન હતું કે રાજકોટ શહેરના જૂદા – જૂદા વિસ્તારમાં પર પ્રાંતમાંથી આવતા શ્રમિકોના સંતાનોને ભણવવાનું પરંતુ આ ્સવપ્ન આજે રોળાઈ ગયું છે. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આધુનિક કલાસરૂમની સુવિધા ધરાવતી વ્હીઝડમ ઓન વ્હીલસ નામની બસ યુનિ. કેમ્પસમાં બંધ પડી છે. જેનો ઉપયોગ નહી થતા બે વર્ષથી પછાત વિસ્તારના બાળકોની શિક્ષણની સુવિધા સાથે સરકારી યોજનાઓનો લાભ આપવા માટે જુદા જુદા કાર્ડ કાઢી આપવાની સેવા ઝુંટવાઈ ગઈ છે.
રાજકોટમં જરૂરિયાતમંદ પરિવારો માટેની સરકારી યોજનાઓ અણઘડ વ્યવસ્થાના અભાવે કેવી પડી ભાંગે પડે છે? તેનો નમુનો છે, વ્હીઝડમઓન વ્હીલ્સ. રાજકોટમં તત્કાલીન મુખ્યમંત્રીનાં હસ્તે તા.૧૪-૦૧-૨૦૧૯માં આ વ્હીઝડમ ઓન વ્હીલસનું લોકાર્પણ થયું હતું. જેમાં અંતરિયાળ વિસ્તારનાં બાળકોનાં શિક્ષણ માટે ટેબલખુરશી સાથે લેપટોપ, પ્રોજેક્ટ, ચાર્ટ ચિત્રો, પુસ્તકો વિગેરેની સુવિધા હતી. શરૂઆતમાં તબક્કામાં સ્વૈચ્છીક સંસ્થાની મદદથી શહેરના નજીકના વિસ્તારોમાં સ્કુલે નહી જતાં બાળકોનાં શિક્ષણ માટે કામ શરૂ કરાયું. થોડા સમય બાદ આ વ્હીઝડમ ઓન વ્હીલ્સ બસને સૌરાષ્ટ્ર યુનિ.નાં વિદ્યાર્થી કલ્યાણ વિભાગના હવાલે મુકવામાં આવી. પરપ્રાંતિય શ્રમિક પરીવારના બાળકોને ભણવાની સાથે ભોજન મળી રહે તે માટે સદગુરૂ આશ્રમની મદદથી કામ આગળ ચાલ્યું.સ્કુલો ઉપરાંત પછાત વિસ્તારોમાં વ્હીઝડમ ઓન વ્હીલ્સ એક આદર્શ કલાસરૂમ બની હતી. સરકારી યોજનાનો લાભ મળે તે માટે જુદા જુદા કાર્ડ કાઢી આપવામાં આવતા હતાં. પરંતુ આ સ્વપ્ન થોડા સમયમાં જ રોળાઈ ગયું. યુનિ.ના મેઈન બિલ્ડિંગમાં આ બસ છેલ્લા બે વર્ષથી બંધ પડી છે. બસમાં રહેલાં લેપટોપ, કોમ્પ્યુટર, પ્રોજેકટરની હાલત વિશે કોઈને ચિંતા નથી. નવી શિક્ષણની વાતો કરતા યુનિ.નાં સતાધીશો પાસે આ વ્હીઝડમ ઓન વ્હીલ્સ કયારે ચાલ થશે? વેકેશન દરમિયાન તેનો ઉપયોગ પુન: શરૂથશે કે કેમ? તેનો કોઈ જવાબ નથી. વ્હીઝડમ ઓન વ્હીલસનું વાહન ધૂળ ખાતુ રહ્યું છે. શિક્ષણનું સ્વપ્ન રોળાઈ ગયું છે.