Vadodara : બાળકને લઈ આપઘાત કરવા નીકળેલી અમદાવાદની મહિલાને વડોદરા પોલીસે છેલ્લી ઘડીએ બચાવી લીધી હતી.
અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી અને નવ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર મીરાલી નામની મહિલાને બે સંતાન હતા. પરંતુ બીજું સંતાન જન્મે તે પહેલા બે વર્ષ પહેલા પતિ તેને છોડીને ચાલ્યો ગયો હતો. આર્થિક સંકડામણ અનુભવતી મહિલાને તેનો જેઠ તેમજ બહેન મદદ કરતા હતા. જેઠે જમીનમાં મહિલાનું નામ ચડાવવા માટે પણ ખાતરી આપી હતી.
પરંતુ પતિ મળતો નહીં હોવાથી જમીનમાં મહિલાનું નામ ચડતું ન હતું અને હવે જેઠ જમીનમાં નામ દાખલ કરવા માટે ઇનકાર કરી રહ્યા છે. જેથી મહિલા માટે બંને સંતાનો સાથે જીવવાનું દુષ્કર બનતા ગઈકાલે તેની બહેનને સુસાઇડ કરવા જઉં છું તેઓ મેસેજ કરીને બસમાં નીકળી ગઈ હતી.
મહિલાની બહેને તરત જ સોલા પોલીસનો સંપર્ક કરતાં તેમણે મહિલાનો મોબાઇલનું લોકેશન કઢાવ્યું હતું. જેમાં તે વાસદ બ્રિજ પાસેથી પસાર થતી હોવાનું જણાઈ આવ્યું હતું. અમદાવાદ પોલીસે વડોદરા પોલીસને જાણ કરતા સયાજીગંજ પોલીસ બસ ડેપો પર ગોઠવાઈ ગઈ હતી અને પોલીસે આપેલા વર્ણન મુજબની મહિલાને શોધી કાઢી હતી. મહિલાનું પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ કરી બાળકોના ભવિષ્ય માટે સલાહ આપી અમદાવાદ પોલીસને સુરક્ષિત રીતે સોંપી હતી.