– ચૂંટણી આયોગે નવું સીમાંકન જાહેર કરાતાં જ રાજકીય ગતિવિધિઓ તેજ બની
– 13 વોર્ડમાં કુલ ૨,૯૭,૪૨૦ની વસ્તીનો સમાવેશ કરાયો : વોર્ડ દિઠ સરેરાશ ૨૨,૫૭૧ની વસ્તી : સૌથી વધુ વોર્ડ નં.-૧૩માં ૨૪,૫૯૪ અને સૌથી ઓછી ૨૦,૩૭૯ની વસ્તી : કુલ 26 સ્ત્રી બેઠકો
આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકાના અસ્તિત્વને ૮ મહિના બાદ હવે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા તમામ ગામોની ૨,૯૭,૪૨૦ની વસ્તી સામે ૧૩ વોર્ડની નવરચના અને બાવન બેઠકોની સંખ્યા નક્કી કરાઈ છે. દરેક વોર્ડ દીઠ સરેરાશ ૨૨,૫૭૧ની વસતી થાય છે. જેમાં કુલ સ્ત્રી બેઠકો ૨૬ રહેશે.
રાજ્ય ચૂંટણી પંચના જાહેરનામા મુજબ કરમસદ આણંદ મનપાની નવરચનામાં કુલ ૨.૯૭.૪૨૦ની વસ્તીનો સમાવેશ કરાયો છે. જેમાં આણંદ, વિદ્યાનગર, ગામડી, જીતોડિયા, લાંભવેલ, કરમસદ અને મોગરી ગામને પણ મનપામાં સમાવેશ કરાયા છે. મનપામાં ૧૩ વોર્ડમાં ૫૨ નગર સેવકોની સંખ્યા નક્કી કરાઈ છે.
નવા સીમાંકન પ્રમાણે ૩૫ બેઠકો અનામત જાહેર કરાઈ છે. જ્યારે સામાન્ય બેઠકોની સંખ્યા માત્ર ૧૭ નક્કી કરાઈ છે. અનામત બેઠકોમાં પછાત વર્ગ માટે ૧૬ તથા અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ૧-૧ બેઠક નક્કી કરવામાં આવી છે.
કરમસદ આણંદ મનપાના ૧૩ વોર્ડની સંખ્યા ૨૦,૦૦૦થી ૨૪,૫૯૪ સુધી રાખવામાં આવેલી છે. જેમાં સૌથી વધુ સંખ્યા વોર્ડ નં.-૧૩માં ૨૪,૫૯૪ તથા સૌથી ઓછી ૨૦,૩૭૪ નક્કી કરાઈ છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા ૧૩ વોર્ડના સીમાંકનમાં દરેક વોર્ડમાં સમાવેશ કરાયેલા તમામ વિસ્તારોના સર્વે નંબર તથા રોડ વિસ્તાર મુજબ જાહેર કરાયેલા છે.
જેથી દરેક વોર્ડમાં કયા વિસ્તાર, કઈ સોસાયટીઓ, કયા વર્ગના કેટલા મતદારો અંગે સર્વેની પૂરક માહિતી મનપા દ્વારા સર્વે કર્યા બાદ ૧૫ દિવસ પછી જાણવા મળશે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવા જાહેર કરાયેલા સીમાંકન સંદર્ભે કોઈ નાગરિકોને વાંધા સૂચન અથવા અન્ય કોઈ બાબતે વાંધો હોય તો નવા સીમાંકન પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં લેખિતમાં રાજ્ય ચૂંટણી પંચને જણાવવાનું રહેશે તેવું પણ નવા સીમાંકનમાં જણાવ્યું છે.
હાલ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવા સીમાંકન બહાર પાડી દેવામાં આવેલ છે અને વાંધા અરજીઓ બાદ આખરી સીમાંકન જાહેર કરવામાં આવશે ત્યારબાદ વોર્ડના વિસ્તારો અને સોસાયટીઓ નું નામાંકન કરવામાં આવશે ત્યાર પછી મતદારયાદી સંદર્ભે કામગીરી શરૂ થશે જે કામગીરી ના આયોજન પ્રમાણે આગામી કરમસદ આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.
વોર્ડદીઠ પછાત વર્ગની વસ્તી અને તેની ટકાવારી
અ.નં. |
વોર્ડ નં. |
વોર્ડની |
પછાત |
વોર્ડની |
|
|
વસતી |
વસતી |
પછાત |
|
|
|
|
વસતીની |
૧ |
૪ |
૨૨૦૬૧ |
૯૦૩૬ |
૪૦.૯૫ |
૨ |
૩ |
૨૩૬૨૪ |
૮૮૭૪ |
૩૭.૫૬ |
૩ |
૭ |
૨૩૮૮૬ |
૮૦૩૨ |
૩૩.૬૨ |
૪ |
૫ |
૨૧૯૯૮ |
૬૮૩૩ |
૩૧.૦૬ |
૫ |
૧૦ |
૨૦૩૭૪ |
૬૦૯૨ |
૨૯.૯૦ |
૬ |
૬ |
૨૧૨૬૬ |
૬૧૫૦ |
૨૮.૯૧ |
૭ |
૧ |
૨૩૫૫૫ |
૬૭૦૮ |
૨૮.૪૭ |
૮ |
૨ |
૨૨૯૮૩ |
૫૭૦૬ |
૨૪.૮૨ |
૯ |
૮ |
૨૨૯૧૧ |
૫૩૫૦ |
૨૩.૩૫ |
૧૦ |
૧૧ |
૨૦૮૬૦ |
૪૪૧૩ |
૨૧.૧૫ |
૧૧ |
૧૩ |
૨૪૫૯૪ |
૩૮૭૮ |
૧૫.૭૬ |
૧૨ |
૧૨ |
૨૪૦૮૮ |
૩૪૭૬ |
૧૪.૪૩ |
૧૩ |
૦૯ |
૨૧૨૨૦ |
૨૦૭૯ |
૯.૭૯ |
કુલ |
|
૨૯૩૪૨૦ |
૭૬૬૨૭ |
|
વોર્ડદીઠ અનુ.જાતિની વસ્તી અને તેની ટકાવારી
ખાસ |
વોર્ડ નં. |
વોર્ડની |
વોર્ડમાં |
વોર્ડની |
|
ક્રમાંક |
|
વસતી |
જાતિની |
અનુસૂચિત |
|
|
|
|
કુલ વસતી |
|
ટકાવારી |
૧ |
૫ |
૨૧૯૯૮ |
૨૪૪૭ |
૧૧.૧૨ |
|
૨ |
૧૨ |
૨૪૦૮૮ |
૧૬૧૩ |
૬.૬૯ |
|
૩ |
૭ |
૨૩૮૮૬ |
૧૪૫૨ |
૬.૦૭ |
|
૪ |
૨ |
૨૨૯૮૩ |
૧૩૭૫ |
૫.૯૮ |
|
૫ |
૧ |
૨૩૫૫૫ |
૧૨૩૦ |
૫.૨૨ |
|
૬ |
૯ |
૨૧૨૨૦ |
૮૯૫ |
૪.૨૧ |
|
૭ |
૧૦ |
૨૦૩૭૪ |
૮૪૬ |
૪.૧૫ |
|
૮ |
૧૧ |
૨૦૮૬૦ |
૫૭૮ |
૨.૭૭ |
|
૯ |
૧૩ |
૨૪૫૯૪ |
૬૬૩ |
૨.૬૯ |
|
૧૦ |
૪ |
૨૨૦૬૧ |
૪૯૨ |
૨.૨૩ |
|
૧૧ |
૬ |
૨૧૨૬૬ |
૩૭૦ |
૧.૭૩ |
|
૧૨ |
૮ |
૨૨૯૧૧ |
૨૫૭ |
૧.૧૨ |
|
૧૩ |
૩ |
૨૩૬૨૪ |
૮૯ |
૦.૩૭ |
|
|
કુલ |
293420 |
12307 |
|
|
મનપાના વોર્ડ મુજબ વસ્તી અને બેઠકોનો પ્રકાર તેમજ ફાળવણી
|
વોર્ડદીઠ અનુ.આદિજાતિની વસ્તી અને તેની ટકાવારી
અ.નં. |
વોર્ડ નં. |
વોર્ડની |
અનુસૂચિત |
વોર્ડની |
|
|
|
આદિજાતિની |
અનુસૂચિત |
|
|
|
વસ્તી |
આદિજાતિ |
૧ |
૫ |
૨૧૯૯૮ |
૧૧૮૯ |
૫.૪૦ |
૨ |
૩ |
૨૩૬૨૪ |
૧૨૨૧ |
૫.૧૬ |
૩ |
૧૨ |
૨૪૦૮૮ |
૧૧૯૬ |
૪.૯૬ |
૪ |
૨ |
૨૨૯૮૩ |
૧૧૨૮ |
૪.૯૦ |
૫ |
૬ |
૨૧૨૬૬ |
૯૫૫ |
૪.૪૯ |
૬ |
૯ |
૨૧૨૨૦ |
૯૩૬ |
૪.૪૧ |
૭ |
૧૩ |
૨૪૫૯૪ |
૧૦૭૩ |
૪.૩૬ |
૮ |
૧ |
૨૩૫૫૫ |
૮૬૨ |
૩.૬૫ |
૯ |
૮ |
૨૨૯૧૧ |
૮૦૪ |
૩.૫૦ |
૧૦ |
૭ |
૨૩૮૮૬ |
૫૪૯ |
૨.૨૯ |
૧૧ |
૧૧ |
૨૦૮૬૦ |
૪૪૨ |
૨.૧૧ |
૧૨ |
૪ |
૨૨૦૬૧ |
૩૦૦ |
૧.૩૫ |
૧૩ |
૧૦ |
૨૦૩૭૪ |
૨૩૭ |
૧.૧૬ |
|
કુલ |
293420 10892 |
|
|
નવા સીમાંકનમાં કયા વોર્ડમાં કયા વિસ્તારનો સમાવેશ
વોર્ડ વિસ્તાર |
૧ બાકરોલ, વિદ્યાનગર |
૨ બાકરોલ, વિદ્યાનગર, લાંભવેલ |
૩ આણંદ, જૂના દાદર, ભાલેજ રોડ |
૪ ભાલેજરોડ |
૫ ગામડી |
૬ આણંદ ૧૦૦ ફૂટ રોડથી બી.એન.પટેલ |
૭ લાંભવેલ, સરદારબાગ, ગ્રીડ ચોકડી |
૮ સંકેત ચોકડી, આણંદ વિદ્યાનગર રોડ |
૯ કરમસદ, શાી બાગ, આણંદ સોજીત્રા રોડ |
૧૦ કરમસદ, આણંદ, ખંભાત રેલ્વે લાઈન |
૧૧ કરમસદ ૨૨ ગામ, વિદ્યાલય |
૧૨ આણંદ વિદ્યાનગર રોડ અક્ષર ફાર્મ વિસ્તાર |
૧૩ આણંદ બોરસદ ચોકડી, વિદ્યા ડેરી, કૃષિ યુનિવસટી |
|
સીમાંકન જાહેર થતા ચૂંટણી લડવા ઈચ્છૂક ઉમેદવારો ગોડફાધરના શરણે
કરમસદ આણંદ મનપામાં સામાન્ય બેઠકો માત્ર ૧૭ રાખવામાં આવી છે. ત્યારે ૨૦ વર્ષથી સત્તા મેળવી રહેલા ભાજપના મોટા માથાઓ અને ઉમેદવાર માટે દાવેદાર ગણાતા કાર્યકરો માટે હવે મેન્ડેટ મેળવવા માટે ગળાકાપ સ્પર્ધાઓ યોજાવાની સંભાવનાઓ છે. બિનઅનામત બેઠકોની સંખ્યા ઓછી હોવાથી મેન્ડેટ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાશે. ત્યારે હવે સીમાંકન જાહેર થતા ચૂંટણી લડવા ઈચ્છૂક દાવેદારો ગોડફાધરના શરણે ગયા હોવાનું જાણવા મળ્યું છે.