ક્લાઈમેટ ચેન્જ અને વાવેતર ઘટાડાથી કપાસ ઉત્પાદનને માઠી અસર : રાજ્યમાં 2023-24માં 92.48 લાખ, 2024-25માં ઘટીને 71.51 લાખ થયું, દેશમાં ઘટીને 3 કરોડ ગાંસડીની નીચે ઉતર્યું
રાજકોટ, : કપાસિયા તેલ,ખોળથી માંડીને કપડાં પૂરા પાડતો કપાસ ભારતમાં ‘સફેદ સોનુ’ ગણાય છે. દેશમાં 60 લાખ ખેડૂતો કપાસ પકવે છે અને 5 કરોડ જેટલા લોકો કોટન પ્રોસેસીંગ અને વેપારથી રોજી મેળવે છે. વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં 19 ટકા હિસ્સા સાથે ચીન પછી દ્વિતીય નંબર પર રહેલા ભારતમાં ગત બે વર્ષથી કપાસનું ઉત્પાદન અને વાવેતર ઘટી રહ્યાના નિર્દેશો મળ્યા છે જે માટે ક્લાઈમેટ ચેન્જ પણ એક કારણ ગણાય છે.