અમદાવાદ : ઇક્વિટી બજારમાં વધતી જતી ઉથલપાથલ વચ્ચે, રિટેલ રોકાણકારોએ શેરોમાં તેમના સીધા રોકાણમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જોકે, પરંપરાગત બચત સાધનોથી મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઇક્વિટી તરફ તેમનું સ્થળાંતર ચાલુ છે. ૨૦૨૫માં અત્યાર સુધી રિટેલ રોકાણકારો તરફથી ચોખ્ખો પ્રવાહ રૂ.૧૩,૨૭૩ કરોડ રહ્યો છે, જે જાન્યુઆરી અને સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે રૂ.૧.૧ લાખ કરોડની સરખામણીમાં લગભગ ૯૦% ઘટાડો દર્શાવે છે.